તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસ:પરિણીતા પર વડોદરા સ્થિત પતિ સહિતના સાસરિયાંએ ત્રાસ ગુજાર્યો

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વધુ દહેજની માંગણી સાથે મારકૂટ કરી, મારી નાખવાથી ધમકી આપી

પોરબંદરની એક પરણિતા બહેનને તેમના વડોદરા સ્થિત પતિ સહિતના સાસુ-સસરાએ દહેજની માંગણીઓ સાથે મારકૂટ કરી જાનથી મારી નાખવાથી ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર શહેરના હાઉસીંગ સોસાયટી પાસેના પોતાના માવતરના ઘરે રહેતા ધ્યાનાબેન રાહુલદેવ રાતીયા નામના પરણિતા બહેને પોલીસ ફરીયાદ લખાવી જણાવ્યુ હતુ કે, વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા તેણીના પતિ-રાહુલદેવ જયેન્દ્રભાઇ રાતીયા, સાસુ-મનીષાબેન જયેન્દ્રભાઇ રાતીયા તથા સસરા-જયેન્દ્રભાઇ ભાયાભાઇ રાતીયા નામના સાસરીયાઓએ એકસંપ કરી,

ધ્યાનાબેનને લગ્નજીવન દરમ્યાન અવાર-નવાર વધુ દહેજની માંગણીઓ સાથે મેણાટોણા બોલી, ભૂંડી ગાળો કાઢીને મારકૂટ કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ધ્યાનાબેન પર શારિરિક તેમજ માનસિક દુ:ખત્રાસ ગુજારતા હોવા અંગેની ફરીયાદ કરાતા પોલીસે ઉપરોક્ત જણાવેલ વડોદરા સ્થિત ધ્યાનાબેનના પતિ સહિત સાસુ-સસરા સામે ગુનાઓ દાખલ કરી કાર્યવાહી આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો