પોરબંદરની પરીણીતા એ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમનો પતિ પરણીત હોવા છતાં તે વાત છુપાવીને તેની સાથે લગ્ન કર્યા અને તમામ સાસરીયાઓએ તેને યેનકેન પ્રકારે ત્રાસ આપીને તેનું સ્ત્રીધન પણ તેના પતિએ લઇ લીધું હતું.
પોરબંદરના વાડી પ્લોટમાં રહેતા જાગૃતિબેન દેવશીભાઇ મોઢવાડિયા નામની મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમનો પતિ દેવશીભાઇ મોઢવાડિયા પરણીત હોય અને તેમણે તેમનું અગાઉનું લગ્ન જીવન છુપાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન જીવન દરમિયાન તેમનો પતિ દેવશીભાઇ નાગાભાઇ મોઢવાડિયા, જેઠ સવદાસભાઇ નાગાભાઇ, જેઠાણી દિવ્યાબેન , જેઠનો જમાઇ વિજયભાઇ નાગાભાઇ, કુટુંબી મામાજી ભરતભાઇ, સસરા નાગાભાઇ, કુટુંબી માસીજી રુપીબેન તથા આગલા ઘરનો દિકરો અજયભાઇ દેવશીભાઇ તેમને યેનકેન પ્રકારે શારીરિક માનસીક ત્રાસ આપી, ભુંડી ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને જાગૃતિબેનનું સ્ત્રીધન પણ તેમના પતિએ લઇ લીધું હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે તમામ સાસરીયાઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનના PSI જે. ડી. દેસાઇએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.