આપઘાત:ઠોયાણા ગામે ઝેરી દવા પી લેતા પરિણીતાનું મોત

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકો હેરાન કરતા હોઇ ક્રોધમાં આવી આપઘાત કર્યો

ઠોયાણા ગામે મજૂરી કરવા આવેલ પરપ્રાંતીય પરણીતાએ છોકરા હેરાન કરતા હોય જેથી ક્રોધમાં આવી જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેણીનું મોત થયું હતું.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે નાગાજણ વિક્રમભાઈ રાતડીયાની વાડીએ મજૂરીકામ કરતા ગુમાનસિંહ ભેરુસિંહ સોલંકીએ પોલીસને એવું જાહેર કર્યું કર્યું હતું કે, તેની પત્ની પિંકી આખો દિવસ મજૂરીકામ કરતી હોય અને શાંજના સમયે બાળકો હેરાન કરતા હોય જેથી અવારનવાર ક્રોધમાં આવી જતી હતી જેથી મનમાં આવી જતા પિંકી બેને ઝેરી દવા પી લેતા તેણીનું મોત થયું હતું. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે વધુ તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...