ભયનો માહોલ:ભાવપરા પંથકમાં દીપડાનો આતંક, ધરતીપુત્રોમાં ભય, દીપડાને પકડવા વનવિભાગે મારણ સાથે પાંજરું ગોઠવ્યું

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુઓ પર હુમલા અને મારણની ઘટનાઓ બની

પોરબંદર જિલ્લાના ભાવપરા ગામે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ પડાવ નાખ્યો છે. આ દીપડા દ્વારા પશુઓ પર હુમલા અને મારણની ઘટનાઓ સામે આવતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. બરડા ડુંગરમાંથી દીપડાઓ અવાર-નવાર ગ્રામ્ય વિસ્તારોમાં ચડી આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર-દ્વારકા કોસ્ટલ હાઇવે ઉપર આવેલા ભાવપરા ગામે દીપડાએ ધામા નાખ્યા છે.

છેલ્લા એકાદ સપ્તાહમાં દીપડાએ એક વાડીમાં વાછરડી પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી અને બીજી એક ઘટનામાં પાડીનું મારણ કર્યું હતું. જેને લીધે આ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ દિપડાને પકડી લેવા માટે વનવિભાગે મારણ સાથે પાંજરું પણ ગોઠવ્યું છે પરંતુ દીપડો હજી પાંજરે પુરાયો નથી અને આ દીપડો માનવભક્ષી બને તે પહેલા તેને ઝડપી લેવા આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...