તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પોરબંદરના ઇતિહાસવિદ્ પલાણને મેઘાણી એવોર્ડથી સન્માનિત કરાયા

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં ઓનલાઇન મેઘાણી મહોત્સવની ઉજવણી કરાઇ
  • મહિનાના અંત સુધીમાં મોરારિબાપુના હસ્તે એવોર્ડ એનાયત કરાશે

પોરબંદર દ્વારા ઓનલાઇન મેઘાણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીની સાથે સાથે પોરબંદરના પ્રોફેસર ડો. નરોતમ પલાણને મેઘાણી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાવનગરના કલાકાર કાશીબેન ગોહિલને હેમુ ગઢવી એવોર્ડ પણ આપવામાં આવશે. આ સિવાયના પણ અનેક એવોર્ડ જાહેર થયા છે. યુનિવર્સિટી સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આ મહિનાના અંત સુધીમાં જાણીતા કથાકાર મોરારિબાપુના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવશે.

લોકસાહિત્યમાં મહત્વનું પ્રદાન આપવા બદલ આપવામાં આવતો એવોર્ડ આ વખતે પોરબંદર જિલ્લાના એક લોકસાહિત્યકાર અને સંશોધકને આપવામાં આવ્યો છે તે સમગ્ર પોરબંદર જિલ્લા માટે ગૌરવની વાત છે. ડો. નરોતમ પલાણે અત્યાર સુધીમાં ઘુમલી સંદર્ભથી લઇને અનેક પુસ્તકો આપ્યા છે.

આ અંગે ડો. પલાણે કહ્યું હતું કે આજે વર્ષની ઉંમરમાં તેમણે જેટલા પુસ્તકો લખ્યા છે, તેમાંથી જેટલાં પુસ્તકો ઇતિહાસ અને લોકસાહિત્ય સાથે સંકળાયેલા છે. તે કાર્યની યુનિવર્સિટીએ નોંધ લીધી છે તેનો આનંદ છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના ઇતિહાસને ઉજાગર કરનાર નરોતમભાઇ પલાણની મેઘાણી એવોર્ડ માટે પસંદગી થતાં પોરબંદરની વિવિધ સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...