પાકની ફરી નાપાક હરકત:દરિયાઇ સીમા નજીક માછીમારી કરતી 5 ભારતીય બોટ સાથે 30 માછીમારોનું પાકિસ્તાને અપહરણ કર્યું

પોરબંદર6 મહિનો પહેલા
  • અપહરણ કરાયેલી બોટો પોરબંદર, ઓખા અને વણાકબારાની હોવાની શક્યતા

ગુજરાતમાં કુલ 25000થી વધુ બોટો અને નાની હોડીઓ દ્વારા માછીમારી કરવામાં આવે છે, પરંતુ નાપાક પાકિસ્તાન દ્વારા જે રીતે દરિયામાંથી લાખો રુપિયાની ભારતીય બોટો સાથે માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યુ છે. તે જોતા આ ઉદ્યોગને બચાવવા જો સરકાર તરફથી કોઈ પ્રયાસ નહી કરવામાં આવે તો આ માછીમારો ઉદ્યોગ ખતમ થઈ જવાની દિશામાં છે. કારણ કે, દરિયામં રીતસર પાકિસ્તાન મરીને આતંક ઉભો કર્યો હોય તેવી રીતે બોટો અને માછીમારોના અપહરણ થઈ રહ્યા છે. ત્યારે આજે વધું પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા 5 બોટ સાથે 30 માછીમારોનુ અપહરણ કરાયુ છે.

IMBL નજીકથી અપહરણ
IMBL નજીક માછીમારી કરતી વખતે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા 5 બોટ સાથે 30 માછીમારોનુ અપહરણ કરાયુ છે. અપહરણ કરાયેલી બોટો પોરબંદર, ઓખા અને વણાકબારાની હોવાની શક્યતા છે.

છેલ્લા દોઢ મહીનામાં અપહરણની ઘટનાઓ વધી
આમ તો છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટો અને માછીરોના અપહરણની ઘટનાઓ બનતી આવી છે, પરંતુ છેલ્લા દોઢ મહીનામા જે રીતે સતત બોટો સાથે માછીમારોને ઉઠાવવાની ઘટના બની રહી છે. તેનાથી માછીમારોમાં ડર વ્યાપી ગયો છે.કારણ કે પાકિસ્તાન દ્વારા બોટો સાથે માછીમારોના સતત થઈ રહેલા અપહરણથી માછીમોરોમાં ચીંતા છે. પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ બોટને પરત કરતુ નથી અને જે માછીમારો પકડાઈ છે તેને ત્યાની જેલમાં યાતનાઓ વેઠ્યા બાદ બે ત્રણ વર્ષે મુક્તી મળે છે. આવી રીતે જ જો પાકિસ્તાન દ્વારા અપહરણની ઘટનાઓ ચાલુ રહી તો એક સમય એવો આવશે કે હાલમાં આપણે ત્યા જે બોટો છે તે બઘી બોટોનો પાકિસ્તાનમાં ખડકલો થઈ જશે અને આ ઉદ્યોગ ભાંગી પડશે.

માછીમારોમાં ચિંતા
એક તો ગુજરાતના દરિયામાં છેલ્લા ઘણા વર્ષોથી માછલીઓનો પુરતો જથ્થો પુરતો નહી હોવાથી માછીમારોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ પાકિસ્તાનની ચાંચીયાગીરી સતત વધી રહી છે. જેથી જો વહેલીતકે પાકિસ્તાનની આ નાપાક હરકતોને રોકવામાં નહી આવે તો ગુજરાતમાં લાખો લોકોને રોજીરોટી પુરુ પાડતા આ મત્સ્યઉદ્યોગના ધંધા પર મોટો ખતરો ઉભો થવાની દહેશત સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...