તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજનની અછત:કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઇ, સિલિન્ડર સપ્લાય થતાં જ દર્દીઓમાં રાહતનો શ્વાસ

પોરબંદર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર જિલ્લામાં દર્દીઓની સંખ્યામાં વધારો, ઓક્સિજનની ઉભી થાય છે અછત
 • બન્ને કોવિડ ખાતે 300 દર્દીઓ ઓક્સિજન પર, 1 પોઝિટિવ, વધુ 11 લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીના મોત

પોરબંદરની કોવિડમાં વધુ એક વખત ઓક્સિજન સિલિન્ડરની અછત સર્જાતા દર્દીઓના જીવ તાળવે ચોટયા હતા. સવારે સિલિન્ડર સપ્લાય થતા દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. દર્દીઓની સંખ્યામાં વધારો ઓક્સિજનની અછત ઉભી થઈ હોવાનું સપ્લાયરે જણાવ્યું હતું. બન્ને કોવિડ ખાતે હાલ 300 દર્દી ઓક્સિજન પર છે. 1 પોઝિટિવ અને લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા વધુ 11 દર્દીના મોત થયા છે.

પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દી તેમજ જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવેલ હોય તેવા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સરકારી બન્ને કોવિડ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો ખાતે બેડ દર્દીઓથી ભરાઈ ગયા છે. ગઈકાલે 24 કલાકમાં બન્ને કોવિડ ખાતે સારવાર દરમ્યાન 12 નેગેટિવ દર્દી ના મોત થયા હતા.

આ નેગેટિવ દર્દીઓ એટલેકે જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોય પરંતુ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ હોય તેવા દર્દીના મોત થયા હતા. જ્યારે 24 કલાકમાં 1 પોઝિટિવ અને વધુ 11 નેગેટિવ દર્દીના મોત થયા છે. સિવિલ કોવિડમાં સારવાર દરમ્યાન મોડી રાત્રીના સમયે સિવિલ કોવિડમાં ઓક્સિજનની ઘટ સર્જાણી હતી. એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં સ્ટાફ જણાવે છે કે અમારી પાસે ઓક્સિજનની અછત છે, હોય તો ચડાવવામાં અમને શુ વાંધો હોય.

ઓક્સિજન સપ્લાયરે જણાવ્યું હતું કે રાત્રે દોઢ વાગ્યે છેલ્લા 2 ફેરા કર્યા હતા અને 40 જેટલા સિલિન્ડર મુકયાં હતા. ખરેખરતો દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધી છે. જેના કારણે અછત સર્જાણી હોય શકે છે. ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સવારે ઓક્સિજનના સિલિન્ડરની સપ્લાય કરવામાં આવતા દર્દીઓને ઓક્સિજન ચડાવવામાં આવતા દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

કોવિડ હોસ્પિટલની સ્થિતિ?
પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલના આઇસોમાં 88 દર્દી દાખલ છે. જેમાં 20 દર્દી પોઝિટિવ છે. 42 નેગેટિવ દર્દી છે. સેમી આઇસોમાં 130 દર્દી દાખલ છે. આઇસો અને સેમી આઇસોમાં તમામ દર્દી ઓક્સિજન પર છે.

કોવિડ નર્સિંગ હોસ્પિટલની સ્થિતિ?
પોરબંદરના નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે પહેલા માળે 40 અને બીજા માળે 48 દર્દી દાખલ છે અને તમામ દર્દી ઓક્સિજન પર છે.

શું કહે છે અધિકારી ?
ઓક્સિજન પ્લાન્ટ ખાતે સવારથી મોડી રાત સુધી સિલિન્ડર ભરવામાં આવે છે. જો 24 કલાક પ્લાન્ટ ચાલુ રહે તો પંપ ઉડી જાય. આમછતાં આ પાલન્ટ વધુ સમય ચાલુ જ રહે છે. રાત્રે બાટલાની સપ્લાય કરી હતી. સવારે 20 બાટલાની જરૂર ઉભી થઇ હતી અને ફોન આવતા જ હું રૂબરૂ પ્લાન્ટ ખાતે પહોંચી ગયો હતો અને સવારે 30 જેટલા સિલિન્ડર પહોંચાડી દીધા હતા. બફર સ્ટોક પણ રાખવામાં આવે છે. > વિવેક ટાંક, જિલ્લા પુરવઠા અધિકારી, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો