તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:પોરબંદરમાં ઓક્સિજન ફ્લો મીટર બનાવાયા

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખારવા સમાજ દ્વારા ડિપોઝિટ લઈ વિનામૂલ્યે ફ્લો મીટર આપવામાં આવી રહ્યા છે

પોરબંદરના ખારવા સમાજ દ્વારા ઓક્સિજન ફ્લો મીટર બનાવવામાં આવી રહ્યા છે. આ ફ્લો મીટર નાતજાતના ભેદભાવ વિના લોકોને ડિપોઝિટ લઈ વિનામૂલ્યે ફ્લો મીટર આપવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં ઓક્સિજન સિલિન્ડરના ફ્લો મીટરની અછત સર્જાઈ છે. દર્દીઓને ઓક્સિજનની જરૂર હોવા છતાં ઓક્સિજન ફ્લો મીટર ન હોવાને કારણે દર્દીઓને સારવાર કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. ત્યારે આવા સમયે ખારવા સમાજ દ્વારા દર્દીઓ માટે ફ્લો મીટર બનાવવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

સમાજના વ્યક્તિઓ દ્વારા ફ્લો મીટર એક અઠવાડિયાથી બનાવવામાં આવી રહ્યા છે અને કોવિડ હોસ્પિટલ સહિત કોવિડ કેર સેન્ટર તેમજ જ્યાં જરૂરિયાત ઉભી થાય ત્યાં આ ફ્લો મીટર જિલ્લામાં નાતજાતના ભેદભાવ વગર આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 150થી વધુ ફ્લો મીટર આપવામાં આવ્યા છે. જેમાં જે વ્યક્તિને જરૂરિયાત છે તેવા લોકો પાસેથી ડિપોઝિટ લેવામાં આવે છે અને આ ફ્લો મીટર પરત આપતા તે લોકોને ડિપોઝિટ પરત આપી દેવામાં આવે છે.

ફ્લો મીટરનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. વિનામૂલ્યે ફ્લો મીટર આપવામાં આવે છે. આ ફ્લો મીટર માટેનો માલ સામાન સુદામા મંદિર સામે આવેલ જલારામ ટ્રેડર્સના મીલાપભાઈ દ્વારા વિનામૂલ્યે આપી સહયોગ આપતા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો