તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કોવિડ હેલ્પ એસોસીએશન દ્વારા ઓક્સિજન બેન્ક શરૂ કરાઇ

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ઓક્સિજન માટે પરેશાન થતા દર્દીઓને થશે રાહત

પોરબંદરમાં કોવીડ હેલ્પ એસોશીએશન દ્વારા ઓકિસજન બેંક શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલોમાં ઓકિસજન સિલિન્ડરના અભાવે પરેશાન થતા દર્દીઓને રાહત મળશે.પોરબંદરમાં કોરાના મહામારીના કારણે અનેક લોકો સંક્રમીત થયા છે અને તમામ હોસ્પિટલો દર્દીઓથી ફુલ છે, ત્યારે ઓક્સિજનના અભાવે અનેક દર્દીઓ હેરાન પરેશાન છે.

આથી પોરબંદર કોવીડ હેલ્પ એશોશીએશન દ્વારા આવા દર્દીઓની સેવા માટે ઓકિસજન બેંક શરૂ કરવામાં આવી છે. ઘણી વખત હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓને દાખલ કરવામાં આવે ત્યારે બેડ મળી રહે છે પરંતુ ઓકિસજનની અછત હોવાથી ઓકિસજન સિલિન્ડર મળતા નથી જેના કારણે દર્દીઓ ખુબ જ હેરાન થાય છે, તેવા સંજોગોમાં કોવીડ હેલ્પ એશોશીએશન દ્વારા દર્દીઓના જીવ બચાવવા મદદરૂપ થવાની ભાવના સાથે ઓકિસજન બેંક શરૂ કરવામાં આવી છે.

આથી, પોરબંદરની કોઈપણ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને ઓકિસજન સિલિન્ડરની જરૂરીયાત હોય તેવા દર્દીઓએ કોવીડ હેલ્પ એશોશીએશનના હિરલબા જાડેજા, લાખણશી ગોરાણીયા, રાજુભાઈ લાખાણીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો