181 મહિલા હેલ્પલાઇનની સરાહનીય કામગીરી:પોરબંદરની 750થી વધુ પીડિતાઓને રેસ્ક્યુ વાન દ્વારા મદદ મળી; 400થી વધુ કેસમાં સ્થળ પર જ સમાધાન કરીને ઉત્તમ કામગીરી કરાઈ

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સલાહ, બચાવ અને પરામર્શને વરેલી પોરબંદર જિલ્લાની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા 2021થી જુલાઇ 2022 સુધીમાં 750થી વધુ પીડિત મહિલાઓને રેસ્કયુ વાન 181 દ્વારા મદદ મળી છે. જેમાં 400થી વધુ કેસમાં સ્થળ પર જ સમાધાન કરીને 181ની ટીમે ઉત્તમ કામગીરી કરી છે. જેના પરિણામે ગુજરાતમાં નારી સુરક્ષિત રહી શકે, હરીફરી શકે તથા ઘર પરિવાર કે નોકરી, વ્યવસાય કરી શકે કે જાહેરસ્થળોએ ફરવાની સાથે તહેવારોનો આનંદ કોઇપણ ડર વગર માણે છે. નારી સુરક્ષા માટે કટીબદ્ધ ગુજરાત સરકાર મહિલા ઉત્કર્ષને સતત પ્રોત્સાહન આપે છે. મહિલાઓ સામાજિક,આર્થિક,શૈક્ષણિક સહિત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રોત્સાહન આપે છે. મહિલાઓ પર થતી હિંસા અટકાવવા તથા પીડિતાને મદદ કરવા માટે 181 અભયમ સતત 24x7 ગુજરાતની મહિલાઓ માટે કાર્યરત રહે છે.

2021થી જુલાઇ 2022 સુધીમાં 750થી વધુ પીડિત મહિલાઓને રેસ્કયુ વાન 181 દ્વારા મદદ મળી
વર્ષ 2015થી ગુજરાત સરકારે મહિલાઓને મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબરની ટોલ ફ્રી સેવા ચાલુ કરી છે. જે 24x7 સેવા માટે કાર્યરત હોય છે. પીડિત મહિલા 181 નંબર પર કોલ કરીને સલાહ, બચાવ તથા પરામર્શ મેળવી શકે છે. કેસની ગંભીરતાને ધ્યાને રાખીને 181 ટીમ દ્વારા સ્થળ પર સમાધાન અથવા પીડિતાની ઇચ્છા મુજબ કેસને સરકારી સંસ્થા કે એન.જી.ઓમાં રીફર કરવામાં આવે છે. પોરબંદરમાં વર્ષ 2021માં 470થી વધુ પીડિત મહિલાઓએ 181 નંબર પર કોલ કરીને મદદ માગી હતી. જેમાં 260થી વધુ કેસમાં 181ની ટીમ દ્વારા સ્થળ પર જ સમાધાન કરાવવામાં આવ્યું હતું. જ્યારે અન્ય કેસ કાર્યવાહી માટે વિવિધ સરકારી, અર્ધ સરકારી અને એન.જી.ઓ.સુધી લઇ જવાયા હતા. વર્ષ 2022માં જુલાઇ માસ સુધીમાં 280થી વધુ પીડિતાઓએ 181 હેલ્પલાઇનમાં મદદ માગી હતી. જેમાં 150થી વધુ કેસમાં સ્થળ પર જ સમાધાન કરી ઉત્તમ કાઉન્સેલીંગ કર્યું હતું.

2022માં જુલાઇ માસ સુધીમાં 280થી વધુ પીડિતાઓએ 181 હેલ્પલાઇનમાં મદદ માગી
અભયમ હેલ્પલાઇન 181માં બે કાઉન્સેલર, બે કોન્સ્ટેબલ તથા એક પાયલોટ ફરજ બજાવે છે. કાઉન્સેલર મીરા માવદિયા, મીનાક્ષી સોલંકી, કોન્સ્ટેબલ કિરણ જેઠવા, સેજલ પંપાણીયા તથા પાયલોટ કિશન દાસા ફરજ બજાવે છે. મહિલાઓ પર થતા કોઇપણ પ્રકારના અત્યાચાર, શારીરિક, માનસિક હિંસાથી પીડિત મહિલા 24 કલાકમાં ગમે ત્યારે 181 નંબર કોલ કરીને મદદ માંગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...