રોષ:આયુષ્યમાન કાર્ડના નામે રાજયભરના લોકોને હેરાન કરવાની સરકારની નીતિ સામે ભારે રોષ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મા કાર્ડ કઢાવવામાં લોકોના પગે પાણી આવી ગયા બાદ હવે આયુષ્યમાન કાર્ડ કઢાવવા લાઇનો લાગી

મા કાર્ડ કઢાવવામાં લોકોના પગે પાણી આવી ગયા બાદ હવે આયુષ્યમાન કાર્ડ કઢાવવા લાઇનો લાગી હોવાનો પોરબંદર કોંગ્રેસે આપેક્ષ કર્યો છે. સર્વરમાં વારંવાર ખામીઓ સર્જાતી હોવાથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઇ મોઢવાડિયાએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સરકારે પહેલા મા કાર્ડની યોજના અમલમાં મુકી જુદી જુદી હોસ્પિટલોમાં 3 લાખ સુધીની બિમારીની સારવાર કરાશે તેવા પ્રચાર કરીને લોકોને દોડતા કર્યા હતા.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મા કાર્ડ કઢાવવા માટે લોકોને પ્રથમ આવકનો દાખલો કઢાવવાનો હોય છે જેના માટે જ તેઓને અલગ અલગ ઘણી જ જગ્યાએ દોડવું પડતું હતું અને માંડ તે લોકોએ મા કાર્ડ કઢાવ્યા બાદ અનેક હોસ્પિટલોએ મા કાર્ડ પર સારવાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના કારણે લાખો લોકો હેરાન પરેશાન થયા હતા ત્યાં વળી સરકારે આ યોજનાના નામમાં ફેરફાર કરીને લોકોને વધુ હેરાન કરવા અંગેનો ગંભીર આક્ષેપ રામદેવભાઇએ કર્યો હતો.

હવે મા કાર્ડને બદલે આયુષ્યમાન કાર્ડ કઢાવવા પડશે જેમાં 5 લાખ સુધીની સારવાર વ્યક્તિગત કરાવી શકાશે પરંતુ હવે લોકો ફરી આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે હેરાન થઇ રહ્યા છે. સરકારી કચેરીઓ અને સામાજીક સંસ્થાઓના લોકોને સર્વરમાં પરેશાની હોવાના લીધે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. રામદેવભાઇએ જણાવ્યું હતું કે પોરબંદરમાં ભાજપ પ્રેરીત અનેક સામાજીક સંસ્થાઓ આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવાના બહાને ભાજપનો પ્રચાર-પ્રસાર કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...