તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં 623 ટેસ્ટમાંથી એક દર્દી કોરોના પોઝિટીવ, 6 ડિસ્ચાર્જ, 2 મોત

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર સિવીલ હોસ્પિટલમાં 41 દર્દી દાખલ, 29 દર્દી ઓક્સિજન પર

પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 41 દર્દી દાખલ છે જેમાંથી 29 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 2 દર્દીના મોત થયા છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે જ્યારે 6 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 41 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 11 દર્દી દાખલ છે જેમાંથી 4 પોઝિટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 10 દર્દી દાખલ છે જેમાંથી 7 દર્દી પોઝિટિવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 20 દર્દી દાખલ છે. 41 દર્દી પૈકી 29 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 2 દર્દીના મોત થયા છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 623 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં કોટડા ગામના 56 વર્ષીય આધેડ મહિલાનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3358એ પહોંચ્યો છે. જ્યારે 6 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3171એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 49 કેસ એક્ટિવ છે. જ્યારે 17 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 167197 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...