તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પોરબંદર જિલ્લામાં 618 ટેસ્ટમાંથી 3 દર્દી કોરોના પોઝિટીવ, 4 ડિસ્ચાર્જ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ દર્દીની સંખ્યામાં ઘટાડો, સેમી આઇસોલેશન વોર્ડ બંધ : કોવિડ ખાતે 38 દર્દી દાખલ

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે જ્યારે 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 618 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 3 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં કોટડા ગામના 50 વર્ષીય આધેડ, પસવારી માંથી 30 વર્ષીય મહિલા અને વાડી વિસ્તાર માંથી 75 વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3361એ પહોંચ્યો છે. જ્યારે 4 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3175એ પહોંચ્યો છે.

હાલ જિલ્લામાં 48 કેસ એક્ટિવ છે. જ્યારે 17 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 167815 ટેસ્ટ થયા છે. પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે સેમી આઇસોલેશન વોર્ડ બંધ કરવામાં આવ્યો છે. હાલ સિવિલ કોવિડ ખાતે 38 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 9 દર્દી દાખલ છે જેમાંથી 2 પોઝિટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 29 દર્દી દાખલ છે જેમાંથી 9 દર્દી પોઝિટિવ છે. 38 દર્દી પૈકી 22 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં સદનસીબે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયુ નથી.

અન્ય સમાચારો પણ છે...