કોરોનાની બીજી લહેર:પોરબંદરમાં 608 ટેસ્ટમાંથી 9 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ, 10 ડિસ્ચાર્જ

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 63 દર્દી દાખલ, 43 દર્દી ઓક્સિજન પર

પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 63 દર્દી દાખલ છે જેમાંથી 43 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયુ નથી. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 9 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે જ્યારે 10 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સિવિલ કોવિડ ખાતે 63 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 15 દર્દી દાખલ છે જેમાંથી 7પોઝિટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 20 દર્દી દાખલ છે જેમાંથી 11 દર્દી પોઝિટિવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 28 દર્દી દાખલ છે. 63 દર્દી પૈકી 43 દર્દી ઓક્સિજન પર છે.

છેલ્લા 24 કલાકમાં સદનસીબે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 608 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 9 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં વાડિપ્લોટ માંથી 11 વર્ષીય બાળકી, હનુમાન ગઢ માંથી 17 વર્ષીય કિશોરી ઉપરાંત પંચાયત ચોકી, ખાપટ, છાયા, મિલપરા સહિતના વિસ્તાર માંથી 70 વર્ષીય વૃદ્ધ સહિતનાનો સમાવેશ થાય છે.

આમ સિવીલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3327એ પહોંચ્યો છે. જ્યારે 10 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3141એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 54 કેસ એક્ટિવ છે. જ્યારે 2 દર્દી હોમ આઇસોલેટ છે.

અન્ય સમાચારો પણ છે...