કોરોના અપડેટ:પોરબંદરમાં 604 ટેસ્ટમાંથી 9 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ, 3 ડિસ્ચાર્જ

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની સિવીલ કોવિડ હોસ્પિટલમાં 57 દર્દીઓ દાખલ
  • 38 દર્દી ઓક્સિજન પર, લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત

પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 57 દર્દી દાખલ છે જેમાંથી 38 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 9 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે. વાડિપ્લોટ માંથી 11 વર્ષીય બાળકી, 19 વર્ષીય કિશોરી ઉપરાંત જીઆઇડીસી, કડીયાપ્લોટ, દેગામ, કુતિયાણા માંથી 46 વર્ષીય પ્રૌઢ સહિતનાનો સમાવેશ થાય છે. હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 57 દર્દી દાખલ છે.

જેમાં આઇસોલેશનમા 14 દર્દી દાખલ છે જેમાંથી 3 પોઝિટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 16 દર્દી દાખલ છે જેમાંથી 8 દર્દી પોઝિટિવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 27 દર્દી દાખલ છે. 57 દર્દી પૈકી 38 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું છે. કોરોના દર્દીનો કુલ આંકડો 3336એ પહોંચ્યો છે. જ્યારે 3 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. હાલ જિલ્લામાં 60 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...