કોરોના સંક્રમણ:જિલ્લામાં 538 ટેસ્ટમાંથી વધુ 4 દર્દી કોરોના પોઝિટીવ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ, કુલ 10 કેસ એક્ટિવ
  • 1 દર્દી સિવીલ​​​​​​​ હોસ્પિટલમા દાખલ, 9 દર્દી હોમ આઇસોલેટ

પોરબંદરમાં 24 કલાકમાં 4 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં હાલ 10 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 538 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 4 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં નવા કુંભારવાડા શેરી નં.10 માંથી 31 વર્ષીય યુવાન, માધવપુર ગામ વિસ્તાર માંથી 27 વર્ષીય યુવાન, ખાગેશ્રી ગામેથી 75 વર્ષીય વૃદ્ધા અને 22 વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4343એ પહોંચ્યો છે.

વધુ 4 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 4196એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 10 કેસ એક્ટિવ છે જેમાંથી 1 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે, જ્યારે 9 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 410970 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...