કોરોના સંક્રમણ:જિલ્લામાં 526 ટેસ્ટમાંથી વધુ 6 દર્દી કોરોના પોઝિટીવ : 3 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ 24 કેસ એક્ટિવ : 21 દર્દી હોમઆઇસોલેટ, 2 દર્દી સિવીલ હોસ્પિટલમાં દાખલ

પોરબંદરમાં 24 કલાકમાં 6 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં હાલ 24 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 526 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 6 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

જેમાં પોરબંદરના શિશલી ગામેથી 44 વર્ષીય યુવાન, ગોસા ગામેથી 52 વર્ષીય મહિલા, દર્દીને પાલખડા ગામેથી 18 વર્ષીય યુવાન, રાતડી ગામથી 28 વર્ષીય મહિલા, કાંટેલા ગામેથી 58 વર્ષીય મહિલા અને મોઢવાડા ગામેથી 45 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4360એ પહોંચ્યો છે. વધુ 3 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 4199એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 24 કેસ એક્ટિવ છે જેમાંથી 2 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે, જ્યારે 21 દર્દી હોમ આઇસોલેટ થયા છે.અત્યાર સુધીમાં કુલ 412390 ટેસ્ટ થયા છે.

પોરબંદર જિલ્લામાં કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા
પોરબંદર જિલ્લામાં કોરોના વાયરસના કેસ નોંધાયેલા હોવાથી કોરોના મહામારીના સંક્રમણના ફેલાવાને રોકવા તથા તકેદારીના ભાગરૂપે માધવપુર ગામ વિસ્તારમાં દિનેશ ખીમજી બાલસના ઘરથી મુકેશ કરશન બાલસના ઘર સુધીના વિસ્તારને તા.11 સપ્ટેમ્બર સુધી કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે. તેમજ પોરબંદર જિલ્લાના રોકડિયા હનુમાન મંદિર પાછળના વિસ્તારમાં ક્રિષ્ના પાર્કમાં પોપટ મિલાપ મુકેરના ઘરથી ભરતભાઇ સોલંકીના ઘર સુધીના વિસ્તારને તા.13 સપ્ટેમ્બર સુધી કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે. આ વિસ્તારમાં ફક્ત જીવન જરૂરી આવશ્યક સેવાઓ સવારે 7 કલાકથી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે

અન્ય સમાચારો પણ છે...