તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:પોરબંદર જિલ્લામાં 521 ટેસ્ટમાંથી કોરોનાનો 1 કેસ પોઝિટીવ, 3 દર્દી ડિસ્ચાર્જ થયા

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જ્યારે 1 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 15 દર્દી દાખલ છે જેમાંથી 12 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયુ નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 521 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં કુતિયાણા માંથી 14 વર્ષીય કિશોરીનો સમાવેશ થાય છે.

સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3386એ પહોંચ્યો છે. જ્યારે 3 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3231એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 17 કેસ એક્ટિવ છે. જ્યારે 5 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 177541 ટેસ્ટ થયા છે.

પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 15 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 8 દર્દી દાખલ છે જ્યારે ISO જનરલ વોર્ડમાં 7 દર્દી દાખલ છે. સદનસીબે બન્ને વોર્ડમાં એકપણ પોઝિટિવ દર્દી દાખલ નથી. 15 દર્દી પૈકી 12 દર્દી ઓક્સિજન પર છે.

અન્ય સમાચારો પણ છે...