તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં 465 ટેસ્ટ પૈકી 7 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ, 4 દર્દી ડિસ્ચાર્જ, 1 મોત

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની સિવીલ કોવિડ હોસ્પિટલ ખાતે 47 દર્દી દાખલ, 34 દર્દી ઓક્સિજન પર

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 7 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 47 દર્દી દાખલ છે જેમાંથી 34 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું છે. પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 47 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 11 દર્દી દાખલ છે જેમાંથી 3પોઝિટીવ દર્દી છે.

જ્યારે ISO જનરલ વોર્ડમાં 12 દર્દી દાખલ છે જેમાંથી 6 દર્દી પોઝિટિવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 24 દર્દી દાખલ છે. 47 દર્દી પૈકી 34 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 465 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 7 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં કડીયાપ્લોટ માંથી 2 વર્ષીય બાળકી સહિત છાયા, મોઢવાડા, સિસલી, શીંગડા, કુતિયાણા ગામ માંથી20 થી 55 વર્ષીય સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે.

આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3346એ પહોંચ્યો છે. જ્યારે 4 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે.આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3153એ પહોંચ્યો છે. સારવાર દરમ્યાન 2 દર્દીના મોત થયા છે. હાલ જિલ્લામાં 59 કેસ એક્ટિવ છે. જ્યારે 11 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 165587 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...