તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:પોરબંદર જિલ્લામાં 463 ટેસ્ટમાંથી 6 દર્દી કોરોના પોઝિટીવ, 6 ડિસ્ચાર્જ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ હોસ્પિટલમાં કુલ 40 દર્દી દાખલ, 30 દર્દી ઓક્સિજન પર, 2 દર્દીના મોત

પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 40 દર્દી દાખલ છે જેમાંથી 30 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 2 દર્દીના મોત થયા છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 6 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 40 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 12 દર્દી દાખલ છે જેમાંથી 3 પોઝિટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 10 દર્દી દાખલ છે જેમાંથી 6 દર્દી પોઝિટિવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 18 દર્દી દાખલ છે. 40 દર્દી પૈકી 30 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 2 દર્દીના મોત થયા છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 463 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 6 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં બિરલા હોલ, રાવલીયાપ્લોટ અને સિદ્ધિ વિનાયક પાર્ક માંથી 4 દર્દી સહિત 6 કેસ જેમાં 17 થી 66 વર્ષીય સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3357એ પહોંચ્યો છે. જ્યારે 6 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3165એ પહોંચ્યો છે. સારવાર દરમ્યાન વધુ 2 દર્દીના મોત થયા છે. હાલ જિલ્લામાં 54 કેસ એક્ટિવ છે. જ્યારે 16 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 166574 ટેસ્ટ થયા છે.

જિલ્લામાં 21 જૂનથી ઓનલાઈન સ્લોટ બુકિંગ કરવાનું રહેશે નહીં
જિલ્લામાં હાલ 18થી 44 વર્ષના વ્યકિતઓને વેકશીન અપાઇ રહી છે. અને 45 વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓને પણ વેકસીન અપાઇ રહી છે. પરંતુ જે ઓનલાઇન પ્રક્રિયા કરવાની થતી હોવાથી ગામડાના લોકોને ખ્યાલ આવતો નથી. ઓનલાઇન સ્લોટ બુક કરવાની કોશીશ કરે ત્યા તો પાંચ મીનીટમાં એક સેન્ટર ઉપર ફાળવેલ 200 સ્લોટ લોકોએ બુક કરી લીઘા હોય છે. પરંતુ ગામના લોકોને વેકસીન લેવાનો વારો આ કેન્દ્રો ઉપર આવતો નથી. જેથી જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન વનરાજ કારાવદરાએ આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ વાત કરી અને રજુઆત કરવાથી નિરાકરણ આવ્યુ છે કે ગામડાના લોકો અને શહરેના લોકોને તા. 21/6 થી એક સેન્ટરમાં જે 200 ડોઝ સરકાર તરફથી મળતા હતા અને સમગ્ર જિલ્લામાં 2000 ડોઝ મળતા હતા તે હવે તા.21/6 થી 5000 ડોઝ મળશે.

અન્ય સમાચારો પણ છે...