તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં 416 ટેસ્ટમાંથી કોરોનાનાે 1 કેસ પોઝિટીવ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 દર્દી ડિસ્ચાર્જ, 11 દર્દી ઓક્સિજન પર

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જ્યારે 1 દર્દી ડિસ્ચાર્જ થયો છે. પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 17 દર્દી દાખલ છે જેમાંથી 11 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયુ છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 416 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3385એ પહોંચ્યો છે. જ્યારે 1 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયો છે.

આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3228એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 19 કેસ એક્ટિવ છે. જ્યારે 5 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 177020 ટેસ્ટ થયા છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 7 દર્દી દાખલ છે જેમાં 1 દાખલ દર્દી પોઝિટિવ છે.

અન્ય સમાચારો પણ છે...