કોરોના સંક્રમણ:જિલ્લામાં 403 ટેસ્ટમાંથી વધુ 3 દર્દી કોરોના પોઝિટિવ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દર્દી ડિસ્ચાર્જ થયા, જિલ્લામાં 16 કેસ એક્ટિવ

પોરબંદરમાં 24 કલાકમાં 3 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જયારે 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં હાલ 16 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 403 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 3 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

જેમાં વડાળા ગામેથી 58 વર્ષીય આધેડ મહિલા, વિંઝરાણા ગામેથી 30 વર્ષીય યુવાન અને બિલેશ્વર ગામેથી 50 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4339એ પહોંચ્યો છે. વધુ 3 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 4186એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 16 કેસ એક્ટિવ છે જેમાંથી 1 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે, જ્યારે 15 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 410382 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...