માધવપુર કાચબા ઉછેર કેન્દ્રની કામગીરી:2100 ઈંડામાંથી 890 કાચબાના બચ્ચા દરિયામાં મુક્ત કર્યા

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયાની રેતીમાં ખાડા કરી જતન કરે છે, 50થી 60 દિવસ બાદ ઇંડામાંથી કાચબા બહાર નિકળે છે

માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર ખાતે 36 માળા કલેક્ટ કર્યા છે જેમાંથી 2100 ઈંડા માંથી 890 કાચબાના બચ્ચા દરિયામાં રિલીઝ કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના માધવપુર દરિયા કાંઠે કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે. એવું માનવામાં આવે છે કે જે સ્થળે જન્મ થયો હોય તે જ કાંઠે કાચબા માદા પુખ્ત બન્યા પછી ફરી ઈંડા મૂકવા આવે છે. દરિયાકાંઠે કાચબીએ જ્યાં ઈંડા મૂક્યા હોય છે. તે સ્થળે શ્વાન સહિત અન્ય પશુઓનો ત્રાસ વધારે હોય છે.જેથી તેઓ ઈંડાઓને ખોદીને ખાઈ જતા હોય છે. માટે માધવપુરના કાચબા ઉછેર કેન્દ્ર ખાતે આવા ઈંડાઓને લાવવામાં આવે છે.

દરિયા કિનારે જે રીતે માળા બનાવ્યા હોઈ તે રીતે જ આ કેન્દ્ર ખાતે દરિયાની રેતી અને એટલાજ ફૂટના જમીનમાં ખાડા કરી ઇંડાને રાખીને જતન કરે છે. અંદાજે 50 થી 60 દિવસ બાદ ઈંડા માંથી કાચબાના બચ્ચા બહાર નીકળે છે.જેને દરિયામાં રિલીઝ કરવામાં આવે છે. હાલ દરિયાઈ કાચબાના નેસ્ટિંગની સિઝન ચાલુ છે ત્યારે વનવિભાગ ટીમે 36 કાચબાના માળા કલેક્ટ કર્યા છે. જેમાંથી 2100 ઈંડા આવ્યા છે. હાલ 890 કાચબાના બચ્ચાને દરિયામાં મુક્ત કરાયા છે.

માદા કાચબાના ટ્રેક પરથી માળો શોધવામાં આવે છે
સમુદ્રી માદા કાચબા દરિયા કાંઠે એકત્ર થાય છે અને માળો બનાવી તેમાં ઈંડા મૂકે છે. માદા કાચબી સમુદ્રમાં પરત ફરે ત્યારે તેના ટ્રેક રેતીમાં પડે છે જેના ટ્રેક પરથી માળો શોધી ઇંડાને કેન્દ્ર ખાતે લાવવામાં આવે છે.

કયા પ્રકારના કાચબા જોવા મળે છે?
પોરબંદરમાં ગ્રીન સી ટર્ટલ એટલેકે, લીલા કાચબા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...