કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના 175 ટેસ્ટમાંથી 1 દર્દી પોઝિટીવ

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં કુલ 3 કેસ એક્ટિવ

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 175 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યુબિલી બોખીરા વિસ્તારમાં રહેતા 61 સિવિલ વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ વૃદ્ધને સામાન્ય તાવ હતો અને બીપીની બીમારી હતી. આ વૃદ્ધે કોરોના વેકશીનના બન્ને ડોઝ લીધા હોવાનું જાણવા મળે છે. હાલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3406એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3266એ પહોંચ્યો છે. હાલ સિવિલે આપેલ આંકડા મુજબ જિલ્લામા 3 કેસ એક્ટિવ છે. અત્યાર સુધીમાં કુલ 268578 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...