કૃષિ:પોરબંદર યાર્ડ ખાતે બોલાવેલ 150 પૈકી 134 ખેડૂતોની ચણાની ખરીદી કરાઈ

પોરબંદરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરાયો

કુતિયાણામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરાયો છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવેલ 150 ખેડૂતોમાંથી 134 ખેડૂતોની ચણાની ખરીદી કરાઈ છે. પોરબંદર અને ખાસ કરીને ઘેડ પંથકમાં પુષ્કળ પ્રમાણમાં હાલ ચણાના પાકનું ઉત્પાદન થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ કુતિયાણામાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટે વિલંબ થયો હતો. અને ચણાની ખરીદીમાં થયેલ વિલંબનો અંતે અંત આવ્યો હોવાથી ચણાની ખરીદીનો શુભારંભ કુતિયાણા ખાતે કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે ચણાની ખરીદી કુતિયાણાના બે સેન્ટર ખાતે કરવામાં આવી રહી છે.

સુદામા ડેરી નજીક અને કુતિયાણા તાલુકા સંઘ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે. જેમાં બન્ને સેન્ટર ઉપર ૨૫, ૨૫ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત જ્યારેથી સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદીની જાહેરાત કરી છે ત્યારથી પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની ખરીદીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. અને દરરોજ અનુકૂળતા મુજબ ખેડૂતોને ટેકાના ભાવે ચણાના વેચાણ માટે બોલાવવામાં આવે છે, ત્યારે શનિવારના દિવસે 30 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા.

જેમાંથી 27 ખેડૂતો ટેકાના ભાવે ચણાનું વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. અને જે ખેડૂતોના ચણાના પાકની ખરીદી કરી હતી. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યાર સુધીમાં બોલાવેલ 150 ખેડૂતો માંથી 134 ખેડૂતોના ચણાની ખરીદી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...