તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર જિલ્લામાં 53 તલાટીની ઘટ:143 ગ્રામ પંચાયત વચ્ચે માત્ર 90 તલાટી, કામગીરીને પહોંચી વળવા એક તલાટી 2 થી 3 ગામોનો ચાર્જ સંભાળે છે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં મહત્વની ભૂમિકા ભજવતા 53 તલાટીની જગ્યા તાકીદે ભરવા માંગ : કામગીરીમાં અસર

જિલ્લામાં 143 ગ્રામ પંચાયત વચ્ચે માત્ર 90 જ તલાટી છે. 53 તલાટીની ઘટ છે આથી એક તલાટી 2 થી 3 ગામોનો ચાર્જ સંભળે છે જેથી મહત્વની કામગીરીમાં અસર પડી રહી છે.

પોરબંદર જિલ્લા માં 143 ગ્રામ પંચાયત વચ્ચે માત્ર 90 તલાટી ફરજ બજાવી રહ્યા છે. અનેક મોટા ગામો તલાટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે, એક 143 ગ્રામ પંચાયત વચ્ચે 90 તલાટી જ હોવાથી 53 તલાટીની ઘટ હોવાથી આસપાસના ગામોમાં પણ તલાટી કામગીરીને પહોંચી વળવા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે. એક તલાટીની 2 થી 3 ગામોમાં તલાટી તરીકેનો ઇન્ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેથી ગ્રામ્ય વિસ્તાર ની મહત્વ ની કામગીરી ખુબ ધીમી ચાલી રહી છે, અને કામગીરીમાં વિક્ષેપ પડે છે. પોરબંદર જીલ્લા માં ગ્રામ પંચાયતોની મહત્વની ભૂમિકા ભજવતા 53 તલાટીઓની ઘટ જોવા મળે છે. 53 જેટલી જગ્યાઓ ખાલી છે. જેથી આ 53 જગ્યા તાકીદે ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

તલાટીની ઘટથી ક્યાં પ્રકારની કામગીરીને અસર થાય
53 તલાટીની ઘટ હોવાથી એક તલાટી 2 થી 3 ગામોનો ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે જેથી તમામ સ્થળે પુરતું ધ્યાન આપી શકે નહી. તલાટીઓ પાસે જન્મ થી લઇ ને લગ્ન તથા મરણ સુધી ની કામગીરી ઉપરાંત ચુંટણીલક્ષી કામગીરી, પશુ સહાય, કૃષિ સહાય, મહેસુલી કામગીરી, દાખલા, મિટિંગ, વેરો વસુલાત વગેરે નું ભારણ હોય છે.

4 વર્ષથી તલાટીની ભરતી થઈ નથી
જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી સરકારે તલાટીની સીધી ભરતી કરી નથી જેના કારણે ઘટ છે. ઘટ હોવા છતાં કોરોનામા વધારાની કામગીરી સોંપી હતી.

તલાટી અને ખાલી જગ્યા

તાલુકોગામતલાટી સંખ્યાઘટ
પોરબંદર794831
રાણાવાવ27189
કુતિયાણા372413

​​​​​​​એક હજારની વસ્તીએ 1 તલાટી હોવો જોઈએ

સામાન્ય રીતે એક હજારની વસ્તી એ એક તલાટી હોવો જોઈએ પરંતુ જિલ્લામાં 53 તલાટીની ઘટ હોવાથી હાલ અનેક મોટા ગામોમાં પણ તલાટી ઇન્ચાર્જ તલાટી ફરજ બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...