પોરબંદરના છાંયા કન્યા શાળા ખાતે છાયા ક્લસ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈને કૃતિ રજૂ કરી હતી. વિજ્ઞાન પ્રદર્શનનું થીમ technology and toy હતું, ક્લસ્ટરનાં બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહ સાથે સરસ કૃતિ બનાવી લાવ્યા હતા. ઉપરાંત છાયા કન્યા શાળામાં learning by doing લેબનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતુ.
ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળાનાં વિભાગ વાઈઝ વિજેતા કૃતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં કૃત્રિમ સેટેલાઇટ બનાવનાર કન્યા શાળા છાયા, ઇકોફ્રેન્ડલી વિલેજ બનાવનાર મારૂતિનગર પ્રા. શાળા, ડિજિટલ ડસ્ટબીન બનાવનાર નવાપરા પ્રા.શાળા, હાઈબ્રીડ કાર બનાવનાર એસ.બી.એસ. પ્રા. શાળા, ખૂણાના પ્રકાર રૂપાળી બા કન્યા શાળાના વિદ્યાર્થીઓએ બનાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.