NSUI દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન:પોરબંદરમાં સ્વ:રાજીવ ગાંધીની સ્મૃતિમાં આંતર શાળા-કોલેજ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરાયુ; 16 ટીમો વચ્ચે ક્રિકેટ જંગ જામશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિદ્યાર્થીઓના નાના-મોટા પ્રશ્નોને હમેંશા વાચા આપતું સંગઠન એટલે NSUI, જે હમેંશા વિદ્યાર્થીઓના પ્રશ્ને લડીને ન્યાય અપાવતું આવ્યું છે. COVIDમાં ફીને લઈને પણ અનેક લડાઈ કરી વાલીઓને રાહત અપાવી હતી. બીજી પ્રવૃતિઓમાં પણ હમેંશા NSUI અગ્રેસર રહ્યું છે. નવરાત્રીના દિવસોમાં શીશુકુંજ ખાતે ભગવાને જેમને અનોખી શક્તિ આપેલી છે, તેવા બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા NSUI ટીમના તમામ સદસ્યો નાના બાળ બનીને છેલ્લા 6 વર્ષથી વેલકમ નવરાત્રીનું આયોજન કરતા આવ્યા છે. તેવી જ રીતે અંધજન ગુરુકુળ ખાતે અંધ બાળકોના જીવનમાં રંગ પુરવા DJના તાલે છેલ્લા 6 વર્ષથી હોળી રમવાનું આયોજન કરતુ આવ્યું છે.

એક શિક્ષકને પણ ટીમમાં ભાગ લેવા દેવામાં આવશે
ત્યારે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના માનીતા અને ક્રિકેટ પ્રેમી વિદ્યાર્થીઓ માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવા જઈ રહ્યું છે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ:રાજીવ ગાંધીની સ્મૃતિમાં આંતર શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે રાજીવ ગાંધી કપ-2023નું આયોજન થઇ રહ્યું છે. જેમાં અલગ અલગ કોલેજ/શાળા અને ટ્યુશન ક્લાસીસ ટીમોનો સમાવેશ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ચાલુ વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે. તેવા વિદ્યાર્થીઓ જ આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ શકશે. ટુર્નામેન્ટમાં આ વખતે શાળા/કોલેજમાંથી એક શિક્ષકને પણ ટીમમાં ભાગ લેવા દેવામાં આવશે.

ફોર્મ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઓફીસ ખાતેથી પ્રાપ્ત થશે
આ ટુર્નામેન્ટમાં 10-10 ઓવરની મેચો રમાશે. જેમાં સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ 12 ઓવરની રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટનું રજીસ્ટ્રેશન તા.03/01/2023 થી 13/01/2023 સુધી થવાનું છે. ટુર્નામેન્ટ તારીખ 18/01/2023થી માધવાણી કોલેજ ગ્રાઉન્ડ, નેશનલ હાઇવે પોરબંદર ખાતે શરુ કરવામાં આવશે. જેમનું ફોર્મ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઓફીસ ખાતેથી પ્રાપ્ત થશે અથવા 97260 69009, 811418 74555 નંબર પર ફોન કરીને મેળવી લેવા અપીલ કરવામા આવી છે. ટુર્નામેન્ટનુ આયોજન ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...