જિલ્લામાં ઠેરઠેર હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ધુળેટીના દિવસે લોકો રંગો ઉડાવી ઉત્સાહભેર તહેવાર ઉજવશે. રંગોનો તહેવાર હોળી નિમિત્તે પોરબંદર જિલ્લામાં ઠેરઠેર હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, હોળી પર્વની ઉજવણી આ વખતે બે દિવસ કરવામાં આવશે. જેમા કેટલાક આયોજકો આજે સોમવારે સાંજે હોલિકા દહન નું આયોજન કરશે તો કેટલાક આયોજકોએ મંગળવાર ના રોજ હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કર્યું છે.
જિલ્લાવાસીઓ ઉત્સાહ અને આસ્થાપૂર્વક હોળીનો તહેવારની ઉજવણી કરશે જે માટે લોકોએ હોળી ને લગતી ચીજ વસ્તુઓની ખરીદી કરતા આ બજારમાં તેજી જોવા મળી છે. હોળી પ્રગટે ત્યારે લોકો શ્રદ્ધા પૂર્વક હોળીની પ્રદક્ષિણા કરશે તેમજ ખજૂર, પતાશા, ધાણી, દાળિયા સહિતની ચીજો દ્વારા પૂજન કરશે અને પ્રસાદી આરોગશે.
નાના બાળકોની વાડ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. બાળકો હોળીના દિવસે પિચકારીમાં કલર ભરી મિત્રો સાથે કલર ઉડાવી મોજ માણશે તો ગ્રામ્ય વિસ્તારોમાં છાણા પાણાની રમત રમી હોળી પર્વની ઉજવણી કરશે. હોળીના બીજા દિવસે ધુળેટી પર્વમાં બાળકો અને યુવા વર્ગ સહિતના લોકો પોતાના સ્નેહીજનો, મિત્રો એકત્ર થઈ એક બીજાને કલર ઉડાવી આ પર્વનો આનંદ માણશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.