દિલધડક સર્ચ એન્ડ રેસ્ક્યુ ડેમોસ્ટ્રેશન:પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે 18 થી 22 ઓક્ટોબર સુધી ડિફેન્સ એક્સ્પોના પ્રદર્શનનું આયોજન; જાહેર જનતા પ્રદર્શનીને નિહાળવા આવી

પોરબંદરએક મહિનો પહેલા

ડિફેન્સ મિનીસ્ટ્રિ દ્વારા ગુજરાતમાં પાંચ દિવસીય ડિફેન્સ એક્સ્પોનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ડિફેન્સ એક્સ્પો અંતર્ગત અમદાવાદ તેમજ ગાંધીનગર ખાતે અલગ-અલગ દિલધડક સર્ચ એન્ડ રેસ્ક્યુ ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ સાથે પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે પણ 18 થી 22 ઓક્ટોબર સુધી કોસ્ટગાર્ડ જેટી ખાતે ડિફેન્સ એક્સ્પોનુ સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

જાહેર જનતા પ્રદર્શનીને નિહાળવા માટે આવી
દેશવાસીઓ ડિફેન્સની કામગીરીથી માહિતગાર થાય તેમજ‌ 'મેક ઈન ઈન્ડિયા'ને પ્રોત્સાહન મળે તે માટે નેવી તેમજ કોસ્ટગાર્ડના જહાજો તેમજ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સહિતનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર જનતા આ પ્રદર્શનીને તેમજ દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા થતી રેસ્ક્યુ અને ઓપરેશનને લોકો જોઇ અને જાણી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં જાહેર જનતા પ્રદર્શનીને નિહાળવા માટે આવી રહી છે.

મુલાકાતીઓ રોમાચિંત થઈ ઉઠ્યા
જલ-થલ અને આકાશ એમ ત્રણેય દિશાઓથી દેશની સુરક્ષામાં હંમેશા સતર્ક રહેતી ડિફેન્સ ફોર્સ સહિત તમામ સુરક્ષા એજન્સીઓના કામને જાહેર જનતા ‌જાણી શકે અને ગૌરવ ‌લઇ‌ શકે ‌તે માટે આ આયોજન થયું છે. પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે જાહેર જનતા નિહાળી શકે તે માટે દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન સહિતની કામગીરીથી લોકોને વાકેફ કરાયા હતા. ચેતક હેલિકોપ્ટર તેમજ ડોનિયર એરક્રાફ્ટ દ્વાર સર્ચ એન્ડ રેસ્કયુ સહિતની એક્સરસાઈઝ કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી હતી. ભારતીય કોસ્ટગાર્ડની આવી દીલધડક કામગીરી જોઈને કોસ્ટગાર્ડ જેટી ખાતે આવેલા મુલાકાતીઓ રોમાચિંત થઈ ઉઠ્યા હતાં તેમજ તેઓએ દેશની તમામ સુરક્ષા એજન્સીઓ તથા ભારતીય કોસ્ટગાર્ડની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...