આયોજન:મૃતક પાછળ વિધી ખર્ચ કરવાને બદલે દર્દી માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કર્યું

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજને નવી રાહ ચીંધી, કુલ 250 જેટલા દર્દીઓએ લાભ લીધો

પોરબંદરમાં સ્વ. આશાબેન નાથાલાલ ગોકાણીના સ્મરણાર્થે જીવનલાલ ધામેચા આંખની હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મોક્ષા કપિંગ કેમ્પ તથા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. નુતનબેન ગોકાણીએ જણાવ્યું હતું કે માતા જીવિત હતા ત્યારે જ કહેતા હતા કે તેના અંતિમ સંસ્કાર બાદ કોઈ વિધિ પાછળ અન્ય કોઈ ખર્ચ કરતા નહિ. સદુપીયોગ થાય તેવા કાર્યો કરશો. માતાના મૃત્યુના તેરમાના દિવસે દર્દીઓ માટે કેમ્પ યોજ્યો હતો.

મોક્ષા કપિંગમા શરીરના તમામ દુખાવાની સારવાર કોઈપણ પ્રકારની દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર આધુનિક કપિંગ થેરાપી તથા ફિઝિયોથેરાપી દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. જેમાં 150 જેટલા દર્દીએ લાભ લીધો હતો. તેમજ આંખને લગતા રોગ માટે 90 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવશે તેવું જણાવ્યું છે. માતાના મૃત્યુ બાદ આ પરિવારે શ્રમિક વર્ગના બાળકોને ભોજન આપી સેવાકાર્ય કર્યું હતું. આ તકે ડો. સિદ્ધાર્થ ગોકાણી, ડો. રીતિગ્યા ગોકાણી, આંખના ડો. યશશ્વિની બદીયાણીએ સેવા આપી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...