તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:માધવપુરની પે સેન્ટર કુમાર શાળાની મૃત્યુ પામનાર સ્વીપર મહિલાના પુત્રને 1.21 લાખ ચૂકવવા હુકમ

પોરબંદર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લેબર કમિશ્નરે 30 દિવસમાં રૂપિયા ચૂકવી આપવા હુકમ કર્યો

માધવપુર ઘેડ વિસ્તારની પે-સેન્ટર કુમાર શાળામાં ફરજ બજાવી નિવૃત થઇ ચુકેલી વિધવા સ્વીપર મહિલાનું અવસાન થયું ત્યાં સુધી કોઇ જ વળતર શિક્ષણ ખાતાએ ચુકવેલ નહી હોવાથી તેના વારસ પુત્રએ શિક્ષણખાતા ઉપર કેસ કરેલ, જેનું વળતર વર્કરની નિવૃતીથી લઇ દિવસ-30 માં ચુકવી આપવું ફરજીયાત હોય, બબુબેન મેઘજી નામની મહિલા ગુજરી ગયા ત્યાં સુધી તેમને વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. જે પોરબંદર લેબર કમિશ્નરની કચેરીમાં મરનાર વર્કર સ્વીપર મહિલાના વારસ પુત્ર અશ્વિન મોહન ઢાંકેચાએ પોતાના વકિલ વિજયકુમાર પંડયા મારફત ગેચ્યુઇટી વળતર માંગતા સ્કૂલના સંચાલકો અને શિક્ષણ અધિકારી પરસ્પર એકબીજાની જવાબદારી ગણાવી વળતર ચુકવવા સંમત જ થતા નહોતા. તે બંનેની આ બાબતે સંયુકત જવાબદારી હોવાની વકિલ વિજય પંડયાની દલીલ લેબર કમિશ્નરે માન્ય રાખીને મરનાર વર્કરના વારસ પુત્રને રૂા. 1,21,000 દિન-30 માં ચુકવી આપવા હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો