હુકમ:માધવપુરની મહિલાને ગ્રેચ્યુઇટીના રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા હુકમ

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીએસએનએલ તંત્ર ઉદાસીન : સેન્ટ્રલ લેબર કમિશ્નરે 30 દિવસમાં રૂપિયા ચૂકવવા હુકમ કર્યો

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે રહેતી 1 અભણ વિધવા સ્ત્રીને તેના ગુજરનાર પતિના હકક હિસ્સા જે લાંબા સમયથી BSNL કંપની ચુકવતી ન હતી તે રાજકોટના સેન્ટ્રલ લેબર કમિશ્નરે દિવસ – 30 માં વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ કરેલ છે.

આ કેસની વિગતો અનુસાર જૂનાગઢ BSNL માં ફરજ બજાવનાર કર્મચારી સ્વ. જવા અમરા ઢાંકેચાના વિધવા મોતીબેનને તેના પતિના અવસાન બાદ કંપની તરફથી તેની ગ્રેચ્યુઇટીની રકમ આપવામાં ન આવતા મોતીબેને પોરબંદરના વકિલ વિજયકુમાર પંડયા મારફત કાનૂન કાર્યવાહી કરીને તેણીનો મળવાપાત્ર ગ્રેચ્યુઇટીના કિસ્સા રૂ. 127040 /- ને 10 ટકા વ્યાજ સહિત ચુકવી દેવા હુકમ મેળવાયેલ છે. આ કેસ કાર્યવાહીમાં નોંધપાત્ર બાબત એવી બનેલી છે કે રાજકોટની સેન્ટ્રલ લેબર કમિશ્નરની કચેરીમાં ફક્ત મીડીયમ ઇંગ્લીશ ભાષામાં જ કાર્યવાહી ચાલે છે.

જયારે આ કેસની ફરીયાદી સ્ત્રી અભણ, વૃધ્ધ અને અશકત હોય, માધવપુરથી રાજકોટ દર મુદતે જઈ યોગ્ય કાર્યવાહી કરવા જ સક્ષમ નહોતા. વધુમાં એક એવી પણ કાનૂનિ ગુંચ હતી કે આ ઓથોરીટી સમક્ષ કોઇ વકીલ રોકવા છૂટ નથી અપાતી. જયારે આ બન્ને તકલીફોને વિવિધ ટેકનીકોથી દૂર કરીને જુનાગઢ BSNL નું તંત્ર કે જે વર્ષોથી આ મરનાર કર્મચારીના હિસ્સાનું ચુકવણી પ્રત્યે ઉદાશીન હતુ. તે આ સ્ત્રીની હરીયાદ પછી દોડતુ કાર્યરત થઇ ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...