હુકુમ:આચાર સંહિતા લાગુ હોવા છતાં મેડિકલ કોલેજમાં 2 જૂનીયર તબીબને સિનિયર રેસીડેન્ટમાં કન્વર્ટ કરવા આદેશ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર દ્વારા નોડલ ઓફિસરને તપાસ સોંપી ડીન મારફતે થયેલ અમલવારી અટકાવી

પોરબંદરના જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ડીન દ્વારા વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ આચાર સંહિતા લાગુ હોવા છતાં જુનિયર રેસીડેન્ટ તબીબને સિનિયર રેસીડેન્ટમાં કન્વર્ટ કરવા આદેશ આપી દિધો હતો. જેમાં તા. 7 /11 ના પત્ર માં જણાવ્યું હતુંકે, મેડીકલ કોલેજ ખાતે રેડિયોલોજી તબીબ અને ડો. એનેસ્થેસિયોલોજી ને જુનિયર રેસીડેન્ટમાં નિમણુક આપવામાં આવેલ હતી જે હાલમાં પણ જુનિયર રેસીડેન્ટ તરીકે ફરજ બજાવે છે.

સી.ઈ.ઓ. તેમજ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન હાજરીમાં તા.19/10/22 ના રોજ થયેલ મીટીંગમાં સુચના અનુસાર એમ.ડી. -એમ.એસ. થયેલ હોય તેમજ 45 વર્ષથી વધારેની વય હોય પરંતુ અન્ય તબીબ ના હોવાના કારણે તેમને જુનિયર રેસિડેન્ટમાંથી સિનિયર રેસિડેન્ટમાં કન્વર્ટ કરવા આદેશ કરવામાં આવે છે.

આ પત્ર તા. 7 નવેમ્બરના જારી કરેલ હોય, આ સમયે આચાર સંહિતા લાગુ હોવા છતાં ડીન દ્વારા આ પત્ર રજૂ કરવામાં આવતા આચાર સંહિતાનો ભંગ થયાનું જિલ્લા કલેકટર અશોક શર્માના ધ્યાને આવતા તેઓએ તાકીદે આ પત્ર અંગે આચારસંહિતા નોડલ અધિકારીને તપાસ સોંપી હતી અને નોડલ અધિકારી દ્વારા તપાસ કરી તાકીદે ડીન મારફતે થયેલ અમલવારી અટકાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે ડીન દ્વારા એવું જણાવ્યું હતુંકે, પત્ર તા. 1 નવેમ્બરના કર્યો હતો, સિવિલ સર્જન ને ખબર ન હતી એટલે સહી કરી ન હતી જેથી તેમની જાણ માટે 7 તારીખે લેટર કર્યો હતો અને આ અંગે નોડલ અધિકારીને જવાબ આપી દિધો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...