આદેશ:લેબોરેટરી, લાઈબ્રેરી, હોસ્ટેલ, નર્સીંગ એન્ડ પેરામેડિકલ સ્ટાફ ફાળવવા આદેશ

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર મેડિકલ કોલેજ માટે સ્ટાફ ફાળવાયો

પોરબંદર જિલ્લામાં 100 સીટની મંજૂરી ધરાવતી મેડિકલ કોલેજમાં લેબોરેટરી, લાઈબ્રેરી, હોસ્ટેલ, નર્સિંગ એન્ડ પેરામેડિકલ સ્ટાફ ફાળવવા આદેશ આપી દેવામાં આવ્યો છે. પોરબંદરમાં આવતા મહિનાથી મેડીકલ કોલેજ શરૂ થઈ જશે મેડીકલ કોલેજના પ્રથમ વર્ષમાં અનોટોમી, ફીઝીયોલોજી અને બાયો કેમેસ્ટ્રી એમ ત્રણ વિષયો જ ભણાવવાના હોવાથી નિમણુંક પામેલા 55 તબીબી અધ્યાપકો પૈકી આ ત્રણ વિષયો પુરતા 15 તબીબી અધ્યાપકો કાયમી ધોરણે મેડીકલ કોલેજ ખાતે ઉપલબ્ધ રહેશે.

એનોટોમી વિષય માટે પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક, બે મદદનીશ પ્રાધ્યાપક, ફીઝીયોલોજી વિષય માટે પ્રાધ્યાપક, બે મદદનીશ પ્રાધ્યાપક, ટયુટર અને બાયોકેમેસ્ટ્રી વિષય માટે પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક, બે મદદનીશ પ્રાધ્યાપક, બે ટયુટરની કાયમી ધોરણે નિમણૂંક કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત 30 જેટલા જુનિયર ડોકટરોની નિમણૂંક કરવામાં આવેલી છે, એ સિવાય કોલેજની 100 બેઠકો ઉપર પ્રવેશ મેળનાર વિદ્યાર્થીઓને સરકારના ખર્ચે ઉત્તમ પ્રકારનું તબીબી શિક્ષણ પણ પ્રાપ્ત થશે. પોરબંદર ખાતે બનાવવામાં આવનાર આધુનિક પ્રકારની મેડીકલ કોલેજ માટે ધરમપુર ગામે આઇ.ટી.આઇ. કોલેજની પાછળના ભાગમાં 20 એકર જમીનની ફાળવણી સરકાર દ્વારા કરી દેવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...