વિરોધ:પોરબંદર જિલ્લાની 26 શાળા મર્જ કરવા બાબતે વિરોધ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વિદ્યાર્થીઓ તથા વાલીઓને સાથે રાખી ફરી રજૂઆત કરશે

પોરબંદર જિલ્લામાં 26 જેટલી શાળાઓને મર્જ કરવાના તપાસ અહેવાલના પ્રાથમિક શિક્ષણાધીકારીના પરીપત્રથી વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આગામી સોમવારના રોજ વિદ્યાર્થીઓ તથા વાલીઓને સાથે રાખી ફરી રજૂઆત કરાશે.

પોરબંદર જિલ્લાની શાળાઓ મર્જ કરવાની તજવીજ હાથ ધરાતા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ લાખાભાઇ સુંડાવદરાએ જણાવ્યું હતું કે 26 કુમાર અને 26 કન્યા શાળાઓ મર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. પરંતુ સરકારશ્રીનો પરીપત્ર એ મુજબનો છે કે જે શાળામાં 100 થી ઓછી સંખ્યા હોય તો જ તેનું વિલિનીકરણ કરવાનું હોય છે.

પરંતુ અહીં તો મોટાભાગની શાળાઓમાં 100 થી વધુ સંખ્યાઓ છે તો પણ શાળા મર્જ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ રીતે શાળાઓને મર્જ કરવી તે આરટીઇ એકટ અને બંધારણમાં આપેલ શિક્ષણના અધિકાર વિરુદ્ધની છે.શિક્ષણ અધિકાર અન્વયે લાખાભાઇએ રજૂઆત કરીને શાળા મર્જ કરવાની પ્રક્રિયા કાયમી માટે બંધ રાખવા જણાવેલ હતું અને આ અંગે આગામી સોમવારના રોજ વિદ્યાર્થીઓ તથા વાલીઓને સાથે રાખી ફરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...