તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોજેકટ રદ કરવા માંગ:જેતપુરના ઉદ્યોગોનો કદડો દરિયામાં ઠાલવવાનો વિરોધ

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના દરિયામાં જેતપુરના ઉદ્યોગોનો કદળો ઠાલવવાના પ્રોજેકટ સામે વિરોધ ઉગ્ર બન્યો છે. જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી પોરબંદરમાં ઠાલવવા માટે રૂપીયા 700 કરોડના ખર્ચે પાઈપલાઈન ફીટ કરી પ્રોજેકટની શરૂઆત થવાની છે, ત્યારે પોરબંદરમાં અનેક સંસ્થાઓએ આ પ્રોજેકટનો વિરોધ ઉગ્ર વિરોધ કર્યો છે.

જેતપુરના ઉદ્યોગોનો કદળો જો પોરબંદરના દરિયામાં ઠલવાશે તો દરિયાઈ સૃષ્ટિ નાશ પામશે અને માછીમારોને ભારે નુકસાન સહન કરવું પડશે. ત્યારે પોરબંદરના માછીમાર આગેવાન બાવન કાનાભાઈ બાદરશાહી અને ભાસ્કર કાનજીભાઈ પાંજરીએ જિલ્લા કલેકટરને રજુઆત કરી આ પ્રોજેકટ સામે મનાઈ હુકમ જાહેર કરવા માંગ કરી છે. અને વધુમાં ઉમેર્યું છે કે જો આ પ્રોજેકટ રદ નહિ થાય તો શહેરનીજનોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...