તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાના શાસક પક્ષે લોકશાહીની હત્યા કરી:માત્ર 1 મિનીટમાં પાલિકાના મંજુર થયેલા બજેટનો વિરોધ

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિરોધ પક્ષને અવગણ્યાનું કોંગ્રેસે કલેક્ટરને આવેદન પાઠવ્યું

પોરબંદર-છાંયા નગરપાલિકાની મળેલ જનરલ બોર્ડની મીટીંગ દરમ્યાન કોઇપણ જાતની ચર્ચા-વિચારણા કર્યા વગર વિરોધ પક્ષને અવગણીને માત્ર ૧ જ મીનીટમાં પાલિકાનું બજેટ મંજુરી કરવામાં આવતા કોંગ્રેસે જીલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યુ હતુ. કોંગ્રેસના સુધરાઇ સભ્યોએ જીલ્લા કલેક્ટરને રજૂવાતો કરી હતી કે, પોરબંદર-છાંયા નગરપાલિકાના શાસક પક્ષે સરેઆમ લોકશાહીની હત્યા કરી, વિરોધપક્ષને અગવણીને નગરપાલિકાની જનરલ બોર્ડની મળેલ મીટીંગ દરમ્યાન ૧૮ મુદ્દાના એજન્ડાને વાંચન કર્યા વગર કે કોઇપણ જાતની ચર્ચા-વિચારણા કર્યા વગર માત્ર ૧ જ મીનીટમાં પાલિકાના કોરોડો રૂપિયાના વાર્ષિક બજેટને સર્વાનુમતે મંજુર કરીને શાસક પક્ષે મીટીંગ હોલ છોડી દીધો હતો અને જનરલ બોર્ડની મીટીંગ દરમ્યાન પાલિકાના વિરોધ પક્ષને સદંતર અવગણવામાં આવીને દેશની લોકશાહીની હત્યા કરી હતી.

વધુમાં કોંગ્રેસના ફારૂકભાઇ સૂર્યાએ કલેક્ટરને રજૂવાત કરી જણાવ્યું હતુ કે, પાલિકાની આ જનરલ બોર્ડની મીટીંગને ગેર વહીવટ ગણીને રદ્દ કરવામાં આવે અને મીટીંગમાં રજૂ કરાયેલ ૧૮ મુદ્દાના એજન્ડાના મુદ્દા નં.-૧૧ મુજબ શહેરના ચોપાટીવાળા પાર્ટી-પ્લોટના મેદાનમાં મોલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં પાર્ટીપ્લોટવાળું મેદાનનું સ્થળ CRZ માં આવતુ હોય અને શહેરીજનો માટે તે એક ફરવા લાયક સ્થળ હોય જેથી આ કરાયેલા નિર્ણયમાં સ્ટે આપવામાં આવે તેવી કોંગ્રેસના સભ્યોએ કલેક્ટર સમક્ષ રજૂવાતો કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

તમામ મીટીંગોનું વિડીયો રેકોર્ડીંગ કરવા માંગ કરાઈ
બહુમતિના જોરથી શાસક પક્ષે પાલિકાની જનરલ મીટીંગમાં વિરોધપક્ષના માત્ર ૭ સભ્યોને બોલાવવાનો અધિકાર પણ છીનવી લીધો છે, જેથી હવે પછીની પાલિકાની તમામ મીટીંગોનું વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવે અને સક્ષમ અધિકારી દ્વારા આવી તમામ મીટીંગોની કાર્યવાહીનું નિરીક્ષણ કરાઇ તેવી વ્યવસ્થા ઉભી કરવા કોંગ્રેસે કલેક્ટર સમક્ષ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો