જીવતા બોંબ:પોરબંદરમાં નવી ઇલેક્ટ્રિક પંપની ઓપરેટીવ સ્વીચ બોર્ડ ખુલ્લા સ્થળે મુકાયા

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરના જાહેર વિસ્તારમાં સ્વીચબોર્ડ ખુલ્લા હોવાથી જીવતા બોંબ જેવી સ્થિતી સર્જાય છે. કોઈ અકસ્માત ન સર્જાય તે પહેલા યોગ્ય કરવા કોંગ્રેસના કાઉન્સિલરે માંગ કરી છે. કોંગ્રેસના કાઉન્સિલર જીવનભાઈ જુંગી દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું છે કે જૂની મચ્છી માર્કેટ પાસે ઓવરહેડ ટેન્ક આવેલ છે અને અહીં આ જર્જરિત ઇમારત છે.

તેમાં હજાર રૂપિયાની નવી ઈલેક્ટ્રીક પંપ લગાડવામાં આવી છે. તેમના ઓપરેટીવ સ્વીચ બોર્ડ રૂમ વગર ખુલ્લી જગ્યામાં મુકવામાં આવી છે. અને ચોમાસા દરમિયાન તો વરસાદી માહોલમાં શોર્ટસર્કિટથી ખરાબ થઈ જશે. જેથી તાત્કાલિક ધોરણે રૂમની વ્યવસ્થા કરવામાં આવે અને ટેન્ક કમ્પાઉન્ડ સફાઈ તથા જાળવણી માટે ચોકીદાર રાખવામાં આવે, શીતલા ચોકમાં લોકોની અવરજવર રહે છે.

અહીં પીવાના પાણીની ટાંકી છે. પાણી આવે તેવી વ્યવસ્થા કરવા માગણી કરાઈ છે. શહીદ નાગાજણ સિસોદિયા પાર્કમાં પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...