સમુદ્રી તરણ સ્પર્ધા:પોરબંદરમાં 26 ડિસેમ્બરે ઓપન સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી જાન્યુઆરીમાં રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધા યોજાશે
  • 6 વર્ષના બાળકથી લઇને 60 વર્ષના વૃદ્ધો સ્પર્ધામાં જોડાશે

શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા ઓપન પોરબંદર સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આગામી જાન્યુઆરીમાં રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધા યોજાશે.શ્રીરામ સી સ્વિમીંગ ક્લબ દ્વારા પોરબંદર જિલ્લા માટે સામુદ્રીક તરણ સ્પર્ધાનું આયોજન તા. 26 ડિસેમ્બરના રવિવારના રોજ સવારે 6:30 કલાકથી રાખવામાં આવેલ છે. આ કોમ્પીટીશન ફક્ત પોરબંદર જિલ્લાના લોકો માટેની ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પીટીશન છે. જેમાં 1 કિમિ તથા 10 કિમિ એમ બે પ્રકારની સ્પર્ધા રાખવામાં આવેલ છે.

1 કિમિ સ્પર્ધા માટે 6 થી 14 વર્ષ, 14 થી 40 અને 40 થી 60 તેમજ 60થી વધુની વય ધરાવતા ભાઈઓ બહેનો ભાગ લઈ શકશે તેમજ 10 કિમીની સ્પર્ધામા વય મર્યાદા રાખવામાં આવેલ નથી. આ સ્પર્ધા માટે સમુદ્રમાં 5 પીલાણા, કાયાકિંગ 10 તેમજ ક્લબના મેમ્બર રેસ્ક્યુ માટે રહેશે. સ્ટોપ વોચથી ટાઇમિંગ મેળવી વિજેતા જાહેર કરાશે અને ટોપ 5 વિજેતા રાષ્ટ્રીય કક્ષાએ સમુદ્રી તરણ સ્પર્ધામાં કોઈ ચાર્જ વગર ભાગ લઈ શકશે. નામનું રજીસ્ટ્રેશન તા. 21/12 સુધી છે. આગામી તા. 8 અને 9 ના રોજ પોરબંદર ખાતે રાષ્ટ્રીય સામુદ્રિક તરણ સ્પર્ધા યોજાનાર છે તેવુ ક્લબના પ્રમુખ ડી.બી. પરમારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...