તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઇ કરવા માંગ:ખુલ્લી ગટર ઢાંકો, ચોમાસામાં અનેક લોકો અને ઢોર ખાબકે છે

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના ચર્ચ પાસેની ખુલ્લી ગટર જામ

પોરબંદરના ચર્ચ પાસેની ગટરમાં ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. ચોમાસામાં અનેક લોકો અને ઢોર ખાબકતા હોય જેથી વહેલી તકે સફાઈ કરવા માંગ ઉઠી છે. પોરબંદરમાં પાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે શહેરના સિવિલ હોસ્પિટલ સામેની ગલીમાં ચર્ચની પાસે આવેલ મોટી ગટરમાં હાલ કચરો જોવા મળે છે અને લાંબા સમયથી આ ગટરની સફાઈ કરવામાં આવી નથી. જેથી આ લાંબી અને મોટી ગટરમાં કચરો જમા થતા ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે.

ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાઈ જતા આ ગલી માંથી અનેક લોકો ગટરમાં ખાબકી જતા હોય છે અને અનેક રખડતા પશુઓ ગટરમાં પડી ખાબકી જાય છે. આગામી ચોમાસા પહેલા આ ગટરની સફાઈ કરવામાં આવે અને ગટર પર સ્લેબ અથવા પથ્થરની પાટ મુકવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર રસિકભાઈ પઢીયારે કરી છે.

અન્ય સમાચારો પણ છે...