ટુર્નામેન્ટનું આયોજન:સિપાઈ સમાજ ટ્રસ્ટ- ગુજરાત દ્વારા ઓપન ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 ક્રિકેટ ગ્રાઉન્ડ અને 2 દિવસ સુઘી ટુર્નામેન્ટનું આયોજન કરાયું, પોરબંદર સહિત 25 ટીમે ભાગ લીધો

સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ભરના સિપાઈ સમાજના ખેલાડીઓ માટે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેલાડીઓને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદર સહિત વિવિધ જિલ્લાની 15 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંતે એ.એસ.પી. ઇલેવન ભાવનગર અને બી. કે. ઇલેવન સાવરકુંડલા વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી. જેમાં બી.કે. ઇલેવન સાવરકુંડલા વિજેતા થઈ હતી. જીતેલી બંને ટીમોએ પોતાને મળેલી રકમ ટ્રસ્ટમાં ડોનેશન સ્વરૂપે આપી દીધી હતી.

તમામ મેચોમાં મેન ઓફ ધ મેચ ખેલાડીને ટ્રોફી, સમગ્ર મેચમાં મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન ખેલાડીને પણ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ તકે સૌરાષ્ટ્ર ભરના સિપાઈ સમાજના અગ્રણીઓ તેમજ અલગ અલગ ગામની સિપાઈ જમાતના પ્રમુખોએ હાજર રહી ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટ ને સફળ બનાવવા સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો.અવેશ એ.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ડો.તોસિફખાન પઠાણ અને અઝીઝભાઈ ચૌહાણ તેમજ સમગ્ર કારોબારી સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી તેવી યાદી ઇસ્માઇલખાન શેરવાની દ્રારા પાઠવામા આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...