મહિલા સશક્તિકારણ:મહિલા સશક્તિકરણ અને સ્ત્રી પરૂષ એક સમાન હોવાની માત્ર ગુલબાંગો પોકારવામાં આવે છે

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1962થી પોરબંદર જિલ્લાની વિધાનસભાની ચૂંટણીમાં રાજકિય પાર્ટીઓએ અત્યાર સુધીમાં માત્ર 2 જ મહિલાને સ્થાન આપ્યું
  • અત્યાર સુધીમાં 13 વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે જેમાં માત્ર 2 મહિલાને ટીકિટ અપાઇ​​​​​​​

મહિલા સશક્તિકારણ અને સ્ત્રી પુરુષ એક સમાનની માત્ર ગુલબાંગો જ પોકારવામાં આવે છે પરંતુ 1962થી પોરબંદર જિલ્લાની વિધાનસભાની 13 ચૂંટણી યોજાઈ હતી જેમાં રાજકિય પાર્ટીઓએ અત્યાર સુધીમાં માત્ર 2 જ મહિલાને સ્થાન આપ્યું હતું.

રાજકીય પક્ષો દ્વારા ગુજરાત સહીત દેશભરમાં મહિલા સશક્તિકરણ અને મહિલા અનામતની ગુલબાંગો પોકારવામાં આવે છે અને સ્ત્રીને પણ પુરુષ સમાન ગણવાના ગાણા ગાવામાં આવે છે. પરંતુ જયારે મહત્વની ચૂંટણીમાં મહિલા ને ટીકીટ આપવાની વાત આવે ત્યારે મોટાભાગના રાજકીય પક્ષો પુરુષો ને જ આગળ સ્થાન આપતા હોય છે. પોરબંદર જિલ્લામાં 1962 થી 2022 સુધીમાં વિધાનસભા ની કુલ 13 ચૂંટણી યોજાઈ છે. જેમાં માત્ર બે વખત રાજકીય પક્ષોએ મહિલા ને ટીકીટ આપી છે. જેમાં એક વખત જનતા દળ તથા એક વખત ભાજપે મહિલાને વિધાનસભા ની ચૂંટણી માટે ની ટીકીટ આપી હતી.

જેમાં 1990 માં કુતિયાણા બેઠક પર જનતાદળ દ્વારા સંતોકબેન જાડેજા ને ટીકીટ અપવામાં આવી હતી ત્યારે તેઓએ કુલ મતના 85.98 ટકા મત મેળવી સંતોકબેન જાડજાએ કોંગ્રેસના લક્ષ્મણભાઈ આગઠને હરાવી જીત મેળવી હતી. જ્યારે 2007માં ભાજપે પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરાના પત્ની શાંતાબેનને ટીકીટ આપી હતી. પરંતુ તેઓ કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા સામે 9617 મતે હાર્યા હતા. આમ 1962 થી અત્યાર સુધી યોજાયેલ વિધાનસભાની 13 ચૂંટણી માં રાજકીય પક્ષોએ માત્ર 2 જ મહિલાને ઉમેદવાર તરીકે સ્થાન આપ્યું હતું. ઉલ્લેખનીય છેકે, આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા હજુ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ત્યારે પોરબંદર જિલ્લામાં મહિલાને ટિકિટ મળશે કે કેમ તે આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.

અત્યાર સુધીમાં 11 મહિલાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
1962 થી અત્યાર સુધી માં 11 મહિલાઓ એ વિવિધ ચૂંટણીઓ માં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં 1980 માં પોરબંદર બેઠક પર 2 મહિલાઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. 1990માં પણ પોરબંદર બેઠક પર થી એક મહિલા એ અપક્ષ ઉમેદવાર, જયારે 1995માં પોરબંદર બેઠક પર થી 5 મહિલા અને કુતિયાણા બેઠક પર એક મહિલા એ અપક્ષ માં ચૂંટણી લડી હતી. 1998 માં પણ પોરબંદર અને કુતિયાણા બેઠક પર એક એક અપક્ષ મહિલા એ ચૂંટણી લડી હતી. જો કે અપક્ષ માં લડનાર તમામ મહિલા ઉમેદવારોની હાર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...