તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દી સાથે એક વ્યક્તિ જ રહી શકશે

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાનું સંક્રમણ અટકાવવા જિલ્લા કલેક્ટર દ્વારા પાસ સિસ્ટમ શરૂ

પોરબંદરની સિવિલ કોવિડમાં દર્દી સાથે 1 વ્યક્તિ જ સાથે રહેશે જે માટે પાસ સિસ્ટમ શરૂ કરાઈ છે. કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર માટે દાખલ થઈ રહ્યા છે. સીટી સ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓ પણ સારવાર માટે દાખલ થાય છે ત્યારે પોરબંદરની મુખ્ય સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે હાલ દર્દીઓથી બેડ ભરાઈ ગયા છે અને દર્દીઓ સાથે તેમના પરિવારજનો પણ આવતા હોય છે. એક દર્દી પાસે ત્રણ થી ચાર સભ્યો ઉભા રહેતા હતા. જેથી તેમના પરિવારજનો પણ સંક્રમિત થઈ શકે છે.

જિલ્લા કલેકટર ડી.એન. મોદીએ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિવિધ વોર્ડ ખાતે સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા અને જરૂરી સુવિધા વધારવા પ્રયાસ ચાલુ છે તેમ પણ જણાવ્યું હતું. જિલ્લા કલેકટરે કોવિડ ખાતે એક કલાકથી વધુ સમય ગાળ્યો હતો અને સ્થિતિનો તાગ મેળવી દર્દીઓ સાથે માત્ર 1 વ્યક્તિ સાથે રહેવા સૂચન કર્યું હતું જે માટે પાસ સિસ્ટમ શરૂ કરવા જણાવ્યું હતું.

હોસ્પિટલના ગેઇટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ તત્વો દખલગીરી ન કરી શકે. આમ દર્દીઓ સાથે આવનાર પરિવારજનો સંક્રમિત ન થાય અને અન્યને સંક્રમિત ન કરે તે માટે સાવચેતીના ભાગ રૂપે દર્દી સાથે 1 વ્યક્તિઓ રહે જે માટે પાસ સિસ્ટમ શરૂ કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો