માંગ:છાયા રતનપર રોડમાં માત્ર કાંકરી પાથરી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે, ડામર પાથરવા માંગ ઉઠી

છાયા રતનપર રોડમા માત્ર કાંકરીઓ પાથરી દેવામાં આવી છે પરંતુ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી જેથી આ માર્ગે વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે આથી ડામર પાથરવામા આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના છાયા રતનપર રોડનું કામ અગાવ ટલ્લે ચડ્યું હતું અને બિસ્માર રોડ હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડતી હતી. વાહન ચાલકો અને સ્થાનિકોએ રોષભેર અવારનવાર માંગ કરતા આખરે આ રોળનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આ રોડ પર માત્ર કાંકરીઓ પાથરી દેવામાં આવી છે.

અને ડામરથી મઢવામાં આવ્યો નથી જેથી કાંકરીઓના કારણે વાહન પસાર થતાની સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ રોડની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી. અગાવ પર બિસ્માર રોડનું કામ શરૂ કરી કામ અધૂરું રાખી દેવાતા અને પાણીનો નિયમિત છંટકાવ ન થતા હાલાકી પડતી હતી, હાલ કાંકરી પાથરી દીધી છે પરંતુ ડામર પાથર્યો નથી જેથી ડસ્ટિંગ ઉડે છે અને લોકોના શ્વાસમાં ધૂળની ડમરીઓ જાય છે. અને કાંકરી હોવાથી વાહનો સ્લીપ થઈ રહ્યા છે તેમજ અકસ્માતનો ભય સેવાય રહ્યો છે જેથી આ માર્ગ પર ડામર પાથરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...