તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીટર્ન ડિસ્કાઉન્ટ:વનાણા ટોલનાકા પર માત્ર ફાસ્ટ ટેગવાળા વાહન ચાલકોને જ રીટર્ન ડિસ્કાઉન્ટ અપાય છે

પોરબંદર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોકડ ટોલ ચૂકવનારને રોજીંદુ અંદાજીત રૂ.52,500નું ડિસ્કાઉન્ટ મળતું નથી

પોરબંદરના વનાણા પાસે આવેલા ટોલનાકા પર છેલ્લા કેટલાક સમયથી રોકડમાં ટોલ ચૂકવતા વાહન ચાલકોને રીટર્ન ટોલ-ટીકીટ ન આપવામાં આવતા, રોજના અંદાજીત ૧૫૦૦ જેટલા વાહન ચાલકોને ૫૨,૫૦૦ રૂપિયા દરરોજ વધારાના ચૂકવવા પડી રહ્યા છે. હાલ ફાસ્ટ ટેગ ધરાવતા વાહન ચાલકોને જ રીટર્ન ટોલ ટેક્ષ ટીકીટ આપવામાં આવી રહી છે.પોરબંદરથી રાજકોટ સુધી પહોચવામાં હાઇવે પર ચાર ટોલનાકા પસાર કરવા પડે છે અને ૧૮૨ કીલોમીટરના આ રસ્તાને પૂરો કરવામાં ખાનગી મોટરકારના વાહન ચાલકને રૂ.૨૪૦/- એક તરફના ચૂકવવા પડે છે.

જ્યારે બન્ને તરફના રૂ.૪૮૦/- ચૂકવવાના થાય છે. આ ચારેય ટોકનાકા પર અગાઉ વાહન ચાલકને તે જ દિવસે પરત ફરવું હોય તો રીટર્ન ટોલટેક્ષ લઇ ટોલટેક્ષમાં રૂ.૧૫૫/- જેવું ખાસ્સુ એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવતુ હતુ, જે થોડા સમયથી ફાસ્ટ ટેગ શરૂ કરાયા બાદ બંધ કરી દેવાતા રોકડા ચૂકવી પસાર થનારા વાહન ચાલકોને ભારે નુક્શાની સહન કરવી પડી રહી છે.

હાલ ફાસ્ટ ટેગ ધરાવતા વાહન ચાલકોને આવું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. ફાસ્ટ ટેગ લોંચ કરાયા બાદ ટોલનાકા પર આવકમાં અને જાવકમાં બન્ને તરફ એક-એક લેન રોકડ ચૂકવી પસાર થનારા વાહન ચાલકો માટે અને બાકીની તમામ લેન ફાસ્ટ ટેગ દ્વારા ટોલટેક્ષ ચૂકવી પસાર થનારા વાહન ચાલકો માટે કાર્યરત કરવામાં આવી છે. પોરબંદરથી રાજકોટ જતા રસ્તામાં આવતા ચાર ટોલ નાકા પર આ પ્રકારની જ વ્યવસ્થા ચાલી રહી છે.

જેના લીધે માત્ર પોરબંદરથી શરૂ થતા વનાણા પાસે આવેલા ટોલ નાકા પરથી જ રોકડમાં ટોલ ચૂકવી પસાર થતા રોજના અંદાજીત ૩૦૦૦ જેટલા વાહનો પૈકીના ૧૫૦૦ જેટલા વાહનો કે જેને રીટર્ન ટોલ ચૂકવી ડિસ્કાઉન્ટ મેળવવું હોય છે તે મેળવી શકતા નથી, જેના લીધે આ એકમાત્ર ટોલ નાકા પર જ રોકડમાં ટોલ ચૂકવનાર વાહન ચાલકોને રૂ.52,500 વધુ રકમ ચૂકવવી પડી રહી છે.

15 ફેબ્રુઆરીથી ફાસ્ટ ટેગ વિના ટોલ પ્લાઝા પરથી પસાર થવા દેવામાં આવશે
હાલ ટોલ નાકા પર ફાસ્ટ ટેગ ન ધરાવતા વાહન ચાલકોને પસાર થવા માટે રોકડમાં નાણા ચૂકવવાની આવક-જાવકમાં એક-એક બારી રાખવામાં આવી છે, તેમ છતા જો કોઇ ફાસ્ટ ટેગની લેનમાંથી પસાર થાય તો તેમને ડબલ ટોલ લઇને પસાર થવા દેવામાં આવે છે પરંતુ ૧૫ ફેબ્રુઆરી બાદ ફાસ્ટ ટેગ ન ધરાવતા વાહન ચાલકોને ટોલ પ્લાઝા પરથી પસાર થવા દેવામાં આવશે નહી.

ટોલ પ્લાઝાનુંનાના વાહનનોનાના વાહનનો
નામસીંગલ ટોલરીટર્ન ટોલ
વનાણા65100
ડુમીયાણી95145
પીઠડીયા4080
ભરોડી4080

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો