તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારા સમાચાર:જિલ્લામાં 19 કોવિડ કેર સેન્ટરમાં 222 બેડ સામે માત્ર 4 દર્દી દાખલ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિટલ ખાતે એકપણ કોવિડ દર્દી દાખલ નથી
  • જિલ્લામાં 524 ટેસ્ટમાંથી 5 દર્દી કોરોના પોઝિટીવ, 6 દર્દી ડિસ્ચાર્જ, 2 મોત

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે જ્યારે 6 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં 19 કોવિડ કેર સેન્ટર ખાતે 222 બેડ સામે 4 દર્દી દાખલ છે જ્યારે ખાનગી હોસ્પિટલ ખાતે એકપણ કોવિડ દર્દી દાખલ નથી. સિવિલ કોવિડ ખાતે 46 દર્દી દાખલ છે અને લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 524 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 5 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.

જેમાં બોખીરા માંથી 10 વર્ષીય બાળક સહિત વાડી વિસ્તાર, રાજીવનગર, હનુમાનગઢ માંથી 20 થી 95 વર્ષીય સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3351એ પહોંચ્યો છે. જ્યારે 6 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3159એ પહોંચ્યો છે. સારવાર દરમ્યાન 2 દર્દીના મોત થયા છે. હાલ જિલ્લામાં 56 કેસ એક્ટિવ છે. જ્યારે 16 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 166111 ટેસ્ટ થયા છે.

ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો અગાવ 8 ખાનગી હોસ્પિટલ ખાતે 129 બેડ કોવિડ દર્દીઓથી ભરાઈ ગયા હતા અને નવા દર્દી માટે દાખલ થવા જગ્યા મળતી ન હતી હાલ 8 માંથી 3 ખાનગી હોસ્પિટલ કોવિડ માટે બંધ કરી દેવામાં આવી છે. અને 5 ખાનગી હોસ્પિટલ ખાતે કુલ 90 બેડ માં એકપણ કોવિડ દર્દી દાખલ નથી. અગાવ કોરોનાને પગલે જિલ્લાભરમાં 161 કોવિડ કેર સેન્ટરો હતા પરંતુ દર્દીઓની સંખ્યા ઘટતા હાલ 19 કોવિડ સેન્ટર ખાતે કુલ 222 બેડ માંથી માત્ર 4 દર્દી દાખલ છે. 18 કોવિડ ડેન્ટર ખાતે એકપણ દર્દી દાખલ નથી.

માત્ર વનાણા કોવિડ સેન્ટર ખાતે 4 દર્દી દાખલ છે. પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 46 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 11 દર્દી દાખલ છે જેમાંથી 3પોઝિટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 11 દર્દી દાખલ છે જેમાંથી 6 દર્દી પોઝિટિવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 24 દર્દી દાખલ છે. 46 દર્દી પૈકી 33 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં સદનસીબે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી.

અન્ય સમાચારો પણ છે...