તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:માત્ર 37 ટકા ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કર્યું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં 4360 ખેડૂતોના રજીસ્ટ્રેશનમાંથી માત્ર 1619 ખેડૂત જ આવ્યા
  • કુલ 1,60,676 ઘઉંના કટ્ટાની ખરીદી થઈ, 207 સેમ્પલ રિજેક્ટ થયા : વેપારીઓએ ખેડૂતોના ખેતરમાં જઇ ઘઉંની ખરીદી કરી

પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં ની ખરીદીમાં 4360 ખેડૂતોના રજીસ્ટ્રેશન થયું હતું. જેમાંથી 63 ટકા ખેડૂતો આવ્યા ન હતા. માત્ર 1619 ખેડૂત જ આવ્યા હતા. કુલ 1,60,676 ઘઉંના કટ્ટાની ખરીદી કરવામાં આવી છે અને 207 સેમ્પલ રિજેક્ટ થયા હતા.સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં ઘઉંના મણના 395 રૂપિયા લેખે ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે કુલ 4360 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

તા. 1 એપ્રિલથી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થઈ હતી. પરંતુ કોરોનાની પગલે 23 એપ્રિલથી 23 મેં સુધી ખરીદી બંધ રહ્યા બાદ ફરીથી ખરીદી શરૂ થતા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતો માંથી માત્ર 37 ટકા ખેડૂતો જ આવ્યા હતા જ્યારે 63 ટકા ખેડૂતો પોતાના ઘઉં વેચાણ માટે આવ્યા ન હતા. મહત્વની વાત એ છે કે ખેડૂતોએ પોતાના ઘઉં ખુલ્લી બજારમાં તેમજ કેટલાક વેપારીઓએ ખેડૂતોના ખેતરમાં જઈને ઘઉંની ખરીદી કરી હતી.

ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં જિલ્લામાં રજી. કરેલ 4360 ખેડૂતો માંથી જિલ્લામાં માત્ર 1619 ખેડૂતો આવ્યા હતા. કુલ 207 સેમ્પલ રિજેક્ટ થયા હતા. હાલ રાણાવાવ અને કુતિયાણા ખાતે ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે જ્યારે પોરબંદરમાં તા. 30જૂન સુધી ખરીદી ચાલુ રહેશે. કુતિયાણા ખાતે મજુર ન હોવાનો પ્રશ્ન પણ ઉભો થયો હતો. જિલ્લા માંથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવતા કુલ 1,60,676 કટ્ટા ઘઉંની ખરીદી થઈ છે.

રાણાવાવમાંથી ચણાના 1282 રજીસ્ટ્રેશન સામે માત્ર 543 ખેડૂતો આવ્યા હતા
સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રાણાવાવ માંથી 1282 ખેડૂતોના રજી. સામે માત્ર 543 ખેડૂતો આવ્યા હતા જેમાંથી 38 સેમ્પલ રિજેક્ટ થતા 505 ખેડૂતોના કુલ 9848 કટ્ટા ચણાની ખરીદી થઈ હતી.

કુતિયાણામાંથી ચણાના 5563 રજીસ્ટ્રેશન સામે 1801 ખેડૂતો આવ્યા
કુતિયાણા માંથી ટેકાના ભાવે ચણાની ખરીદી માટે 5563 ખેડૂતોના રજી. સામે માત્ર 1801 ખેડૂતો આવ્યા હતા જેમાંથી 28 સેમ્પલ રિજેક્ટ થતા 1773 ખેડૂતોના કુલ 34801 કટ્ટા ચણાની ખરીદી થઈ હતી.

તાલુકા દીઠ ઘઉંની ખરીદી
તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં કુલ 2367 ખેડૂતોના રજી. માંથી 713 ખેડૂતોના ઘઉં પાસ થયા હતા જ્યારે 139 સેમ્પલ રિજેક્ટ થયા હતા. 72864 કટ્ટાની ખરીદી થઈ છે જ્યારે રાણાવાવ માંથી 713 ખેડૂતોના રજી. સામે 303 ખેડૂત માંથી 23 સેમ્પલ રિજેક્ટ થતા માત્ર 280 ખેડૂતોના ઘઉંની કુલ 26055 કટ્ટા ખરીદી થઈ હતી. આ ઉપરાંત કુતિયાણા માંથી 1280 ખેડૂતોના રજી. સામે માત્ર 671 ખેડૂતો આવ્યા હતા જેમાંથી 45 સેમ્પલ રિજેક્ટ થતા કુલ 61757 કટ્ટા ની ખરીદી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...