તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:સંસ્કૃતમાં રોજગારીની તકો વિશે ઓનલાઇન વર્કશોપ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્કશોપમાં 58 જેટલા યુવકોએ ભાગ લીધો

પોરબંદરમાં ગત શુક્રવારે રાત્રે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને સંસ્કૃત ભારતી, પોરબંદરના સંયુકત ઉપક્રમે સંસ્કૃતમાં રોજગારીની તકો વિશે એક ઓનલાઇન વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં 58 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને સંસ્કૃતભારતી, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “સંસ્કૃતમાં રોજગારીની તકો” વિષય પર વર્કશોપ યોજાઇ ગયો, જેમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના પ્રોફેસર ડૉ, અર્ચનાકુમારી દૂબે એ મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન પૂરું પાડેલ તથા અધ્યક્ષ સ્થાનેથી પુલકિતભાઇ જોષી (મદદનીશ અધિકારી, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ)એ પ્રોત્સાહિત કરેલ. આ ઓનલાઇન યોજાયેલા વર્કશોપમાં ગુગલમીટમાં અંદાજીત 58ની સંખ્યા સાથે કાર્યક્રમ અદ્ભુત રહ્યો.

અન્ય સમાચારો પણ છે...