તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગ:ઓનલાઇન શિક્ષણમાં બાળકોને જનરલ નોલેજનું જ્ઞાન અપાય છે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં નવયુગ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ શરૂ કર્યો

પોરબંદરની નવયુગ વિદ્યાલય દ્વારા વિધાર્થીઓ ને ઓનલાઇન શિક્ષણ સાથે જનરલ નોલેજ શીખવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદરમાં હાલ ઓનલાઇન શિક્ષણ ચાલુ છે ત્યારે નવયુગ વિદ્યાલયના પ્રિન્સિપાલ તુષારભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન શિક્ષણ સાથે જનરલ નોલેજ શરૂ કરવામાં આવ્યું છે જેમાં કોમર્સના શિક્ષક રોહિત લાડવા અને માધ્યમિક શિક્ષક શોભનાબેન નારીયા દ્વારા જનરલ નોલેજ શીખવવામાં આવે છે. શિક્ષકોએ જણાવ્યું હતું કે આચાર્યને આ વિચાર આવતા અમે અમલીકરણ શરૂ કર્યું છે.

જેમાં જનરલ નોલેજના પ્રશ્નો નહિ પરંતુ જનરલ નોલેજ ડિઝાઇનમા બનાવી ને ઓનલાઇન શિક્ષણ સાથે મૂકીએ છીએ જેથી વિધાર્થીઓને જનરલ નોલેજમાં સરળતા રહે. હાલ સ્પર્ધાત્મક યુગ છે અને વિધાર્થીઓ માટે જનરલ નોલેજ અપડેટ થવું જરૂરી છે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં જનરલ નોલેજ આપવામાં આવે છે. પ્રશ્ન નહિ પણ સીધું મટીરીયલ આપીએ છીએ અને આ માટે નવયુગ જી.કે. મેગેજીન નામથી જનરલ નોલેજ ઓનલાઇન શિક્ષણ સાથે આપવામાં આવી રહ્યું છે. આ નવતર પ્રયોગ શરૂ થતા વિધાર્થીઓ અને તેના વાલીઓએ આ કાર્યને બિરદાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...